Dhairya Gajara, Kutch: ભારત (India) ના એક રાજકીય પક્ષ (Political Leader) ના એક પ્રવક્તાએ કરેલ વિવાદીત ટીપ્પણી (Controversial comment) બાદ સમગ્ર વિશ્વમાં તેનો વિરોધ ઉઠ્યો છે. આવી ઘટનાઓ ધર્મો વચ્ચે કડવશ પૈડાં કરતી હોય છે. પણ દેશના પશ્ચિમી ખૂણે આવેલા કચ્છ (Kutch)જિલ્લાએ હંમેશા દુનિયાને કોમી એકતા (Kutch communal harmony) ની રાહ દેખાડી છે. સમગ્ર દુનિયામાં આવી રાજકીય અને સામાજિક હલચલ વચ્ચે કચ્છના માંડવી તાલુકાના શીરવા ગામે હિન્દુ મુસ્લિમ એકતા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ (Cricket tournament) ની શરૂઆત કરવામાં આવી છે.
કચ્છ પ્રદેશ પોતાની કોમી એકતા માટે પ્રખ્યાત છે. માતાના મઢ અને હાજીપીર દરગાહ બન્ને જગ્યાએ દર્શન કરતા કચ્છીઓ એકબીજા સાથે હળીમળીને રહેવા માટે જાણીતું છે. આ જ છબીને બરકરાર રાખી કચ્છના કાંઠાળ માંડવી તાલુકાના એક નાનકડા શીરવા ગામે એક સામાજિક સંગઠન દ્વારા હિન્દુ મુસ્લિમ એકતા ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સહારા એકતા ગ્રુપ દ્વારા શીરવા ગામ ખાતે જ આવેલા ક્રિકેટ મેદાનમાં સર્વે ધર્મના લોકોને આમંત્રિત કરી ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરી છે.
શીરવા ગામના જ આ સંગઠન દ્વારા શરૂ કરાયેલ ટુર્નામેન્ટમાં હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકોએ મળીને આયોજન સંભાળ્યું છે તો સાથે જ ભાનુશાલી, ગઢવી સહિત અનેક સમજો આમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ગ્રામીણ સંસ્કૃતિ કચ્છની એક આગવી ઓળખ છે અને તે જ સંસ્કૃતિના કારણે અહીં લોકો હળીમળીને રહે છે. આજે વિશ્વભરમાં લોકોને કચ્છ પાસેથી કોમી એકતાના પાઠ ભણવા જેવા છે.