મતગણતરી વિલંબમાં મૂકાઇ, ચૂંટણી પંચ સમક્ષ વધુ એક મત રદ્દ કરવાની માંગ

VINOD LEUVA | News18 Gujarati
Updated: August 8, 2017, 7:04 PM IST
મતગણતરી વિલંબમાં મૂકાઇ, ચૂંટણી પંચ સમક્ષ વધુ એક મત રદ્દ કરવાની માંગ
રસાકસી ભરેલી રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે, અને પરિણામ આવવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્યોના મતને લઇને ભાજપ અને કોંગ્રેસે વિવાદ શરૂ થયો છે. જો કે, બંને પક્ષો પોતાના મત પર મક્કમ છે, ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ છે. જેના કારણે મતગણતરી વિલંબમાં મૂકાઇ છે
VINOD LEUVA | News18 Gujarati
Updated: August 8, 2017, 7:04 PM IST
રાજ્યસભાની ચુંટણીને લઈ સમગ્ર દેશની નજર ગુજરાતમાં ચાલી રહેલ રાજ્યસભાની ત્રણ સીટો પર છે..નોંધનીય છે કે કોગ્રેંસના દિગ્ગજ નેતા અહમદ પટેલ મૈદાનમાં છે ત્યારે કોગ્રેંસે 44 ધારાસભ્યો પર ભરોષો મુક્યો હતો અને તમામ ધારાસભ્યો અહમદ પટેલને વોટ આપશે તેવો નિર્ણય કર્યો હતો પરંતુ 44માંથી એક ધારા સભ્ય કરમશી પટેલે ક્રોસ વોંટિગ કરતા નવો વિવાદ ઉભો થઈ ગયો..ત્યારે વોટ આપ્યા બાદ કરમશી પટેલ અચાનક ગાયબ થઈ ગયા હતા પરંતુ થોડીક વાર પછી પોલીસ પ્રોટેકશન સાથે તે પોતાના ઘરે પહોંચ્યા હતા અને તેમના ઘરે પણ પોલીસનો કાફલો ગોઠવી દેવાયો હતો.

રસાકસી ભરેલી રાજ્યસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે, અને પરિણામ આવવાની તૈયારી છે ત્યારે કોંગ્રેસના બે ધારાસભ્યોના મતને લઇને ભાજપ અને કોંગ્રેસે વિવાદ શરૂ થયો છે. જો કે, બંને પક્ષો પોતાના મત પર મક્કમ છે, ત્યારે આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરાઇ છે. જેના કારણે મતગણતરી વિલંબમાં મૂકાઇ છે.

રાજ્યસભાની ચૂંટણીમાં વધુ એક મત રદ્દ કરવાની માંગ
કોંગ્રેસના ઝાલોદના ધારાસભ્યનો મત રદ્દ કરવાની ભાજપની માંગ

ધારાસભ્ય મિતેષ ગરાસીયાનો મત રદ્દ કરવા માંગ કરી
ભાજપ નેતા શંકર ચૌધરી અને દંડક પંકજ દેસાઈ એ કરી માંગ
ચૂંટણી પંચ સમક્ષ કરી માંગ
First published: August 8, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर