Video : ઉપલેટાના ગઢાળા ગામે પૂરમાં છકડો ફસાયો, ગ્રામજનોએ ચાલકનો જીવ બચાવ્યો

ઉપલેટા નજીક ગઢાળા ગામે વેણુ નદીના ધસમસતા પ્રવાહમાં છકડો ફસાયો હતો, ગ્રામજનોએ જહેમત ઉઠાવી ચાલકને બચાવ્યો

News18 Gujarati
Updated: September 30, 2019, 2:41 PM IST
Video : ઉપલેટાના ગઢાળા ગામે પૂરમાં છકડો ફસાયો, ગ્રામજનોએ ચાલકનો જીવ બચાવ્યો
તસવીર : વીડિયો ગ્રેબ
News18 Gujarati
Updated: September 30, 2019, 2:41 PM IST
અંકિત પોપટ, ઉપલેટા : સૌરાષ્ટ્રના (saurashtra) રાજકોટ (Rajkot)જિલ્લાના ઉપલેટા (Upleta) તાલુકા પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ઉપલેટાના ગઢાળા (Gadhala)થી નીકળતી વેણુ નદી (Venu River) ગાંડીતૂર બની હતી. મોજના ધસમસતા પાણીમાં એક છકડો (Chakdo) ફસાઈ ગયો હતો. આ છકડા સાથે ચાલક ફસાઈ જતા નદી કાંઠે ઉભેલા લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જોકે, ગ્રામજનોએ ચાલકને બચાવી લીધો હતો.

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ યથાવત છે. ગઈકાલે રાજકોટ પંથકમાં ચાર ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. ઉપલેટાના ગઢાળા કામે કૉઝ વે પર એક છકડો ગઈકાલે ફસાયો હતો. ગામના સરપંચ સહિત લોકોએ કૉઝ વે પર જઈને અને જીવના જોખમે ચાલકને બચાવ્યો હતો. આ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. કૉઝ વે નજીક જ ડેમમાંથી પાણી છૂટ્યું હતું.



આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં જળબંબાકાર : ભાણવડમાં આભ ફાટ્યું, 13 ઇંચ વરસાદ પડ્યો

વરસાદની આગાહી :

હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા. 30ના રોજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, મોરબી, જામનગર, જૂનાગઢ, કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે.
Loading...

પહેલી ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડામાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.

બીજી ઓક્ટોબરના રોજ ઉત્તર ગુજરાતના ખેડા તેમજ મહિસાગર જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદ પડી શકે છે.

 
First published: September 30, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...