Home /News /kutchh-saurastra /Video: રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ, ઝુલુસ પસાર થતા વેપારીઓમાં ભયનો માહોલ

Video: રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ, ઝુલુસ પસાર થતા વેપારીઓમાં ભયનો માહોલ

વેરાવળના ઉનાનો વીડિયો વાયરલ.

Veraval Video: નજરે જોનારા લોકોનું કહેવુ છે કે, સરઘસમા સામેલ લોકો જોર જોરથી ગુસ્તાખ એ નબી કી એક હી સજા. સર તન સે જુદા... ના નારા લગાવી રહ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના એક નેતાનો વીડિયો વાયરલ થયા બાદ ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કરી તેમને હિન્દુ ધર્મ વિરોધી ગણાવ્યા તો બીજી બાજુ પીએમ મોદી વિરૂદ્ધ એલફેલ બોલનાર ગોપાલ ઇટાલીયાએ પોતે પટેલ હોવાનું ગણાવી જાતિ વિષયક રાજનીતિનો દાવ ખેલી લીધો ત્યારે હવે ગુજરાતની શાંતિ પર વિરોધીઓનો ડોળો હોય તેવી ઘટના સામે આવી ચે.

રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેમ હિન્દુ મુસ્લિમને લડાવવાનું મોટું કાવતરું સામે આવ્યું છે. જેને લઇ વેરાવળના ઉનામાં વેરાવળમાં તંગદિલી સર્જાઈ હતી. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે, ફરી એકવાર મુસ્લિમ સમાજના કેટલાક લોકોએ ગુજરાતમાં અશાંતિ ફેલાય તે પ્રકારની રેલી કાઢી છે.



ગીરસોમનાથના ઉના શહેરનો એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં ઈદની ઉજવણી નિમિત્તે ઉનાની મુખ્ય બજારમાં મુસ્લિમ સમાજનું ઝુલુસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના યુવાનો ફ્લેગ સાથે જોડાયા હતા. જેનો વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચો: બેટ દ્વારકામાં દબાણ હટાવવાની કામગીરીની પીએમ મોદીએ ભરપેટ પ્રશંસા કરી

આ વીડિયોના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, શાંતિથી ઉનાની બજારમાં ઝુલુસ પસાર થઈ રહ્યું છે ત્યારે જ અચાનક કેટલાક તોફાની યુવાનો નારા લગાવી રહ્યા છે. સર તન સે જુદાના નારા લગાવી માહોલને બગાડવો પ્રયાસ કરી રહ્યા છે. ઉનાના ટાવર ચોકમાં રાત્રી દરમિયાન મુસ્લિમ યુવાનોએ સર તનથી જુદાના નારા લગાવ્યા હતા. જે કારણે વેપારીઓમાં ભયનો માહોલ છવાયો હતો.

આ પણ વાંચો: ભાવનગર SOGનું સફળ ઑપરેશન, 1.39 કરોડ રૂપિયાની નકલી નોટોનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું

નજરે જોનારા લોકોનું કહેવુ છે કે, સરઘસમા સામેલ લોકો જોર જોરથી ગુસ્તાખ એ નબી કી એક હી સજા. સર તન સે જુદા... ના નારા લગાવી રહ્યા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જો કે વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગામમાં અશાંતિનો માહોલ ન ફેલાઈ તે માટે હિન્દુ-મુસ્લિમ સમાજ સાથે બેઠક કરી અને મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું. પોલીસે બન્ને સમુદાયના આગેવાનોને શાંતિ જાળવવા મદદરૂપ થવા અપીલ કરી હતી.
First published:

Tags: Latest viral video, ઉના, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો