Vachanamrut Bicentenary Festival: ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે 27 ઓક્ટોમ્બરથી 4 નવેમ્બર સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચનામૃત મહોત્સવનો શુભારંભ કરાવાના છે. આ મહોત્સવમાં 2 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે.
ગઢડા: ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે 27 ઓક્ટોમ્બરથી 4 નવેમ્બર સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચનામૃત મહોત્સવનો શુભારંભ કરાવાના છે. મહોત્સવને લઈ હાલ ગઢડા તાડમાર તૈયીરીઓ ચાલી રહી છે. આ કાર્યક્રમનું 200 વીઘા જમીનમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 નવેમ્બરના રોજ આ મહોત્સવમાં આવી શકે છે.
184 વચનામૃત ગઢડા ખાતે લખવામાં આવેલા છે
ભગવાન સ્વામિનારાયણે ‘હું ગઢડાનો અને ગઢડા મારું’નું સુત્ર આપ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, તેઓ 29 વર્ષ સુધી ગઢડામાં રહ્યા હતા અને ગઢડાને પોતાની કર્મ ભુમી બનાવી હતી. જાણકારી માટે કે, 262 વચનામૃતમાંથી 184 વચનામૃત ગઢડા ખાતે લખવામાં આવ્યા હતા. જેને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. જેના ભાગ રૂપે ગઢડા ગોપીનાથીજી સ્વામિનારાયણ મંદિર દ્વારા 27 ઓક્ટોમ્બરથી 4 નવેમ્બર સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં મોટા મોટા લોકો પણ આવી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીવાડી ખાતે છેલ્લાં એક મહિનાથી આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 200 વિધાની જમીનમાં આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં રોજના 1 લાખથી 1.50 લાખ હરિભક્તો આવાની સંભાવના રાખવામાં આવી છે. માહિતી પ્રમાણે ભક્તો માટે અહીંયા રસોઈ વિભાગની પણ ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. સમગ્ર ગુજરાતમાંથી સંતો-મહંતો મહોત્સવમાં હાજરી આપવાના છે. 9 દિવસ ચાલનારા આ મહોત્સવમાં સંપ્રદાયના વિદ્વાન સંતો વ્યાસાસને બિરાજી સંગીતની સુરાવલી સાથે વચનામૃત કથામૃતનું રસપાન કરાવશે.
ઉજવણી દરમિયાન અનેકવિધ આયામોને ખુલ્લા મુકાશે
આ મહોત્સવ દરમિયાન વચનામૃત સુવર્ણતુલા, વચનામૃત રજતનુલા, વચનામૃત અભિષેક, મહાવિષ્ણુયાગ અને છપ્પનભોગ અન્નકુટ મહોત્સવ જેવા દર્શનીય યાદગાર અનેકવિધ પ્રસંગોની અલભ્ય ઝાંખી થશે. સાથે સાથે વિવિધ મેડીકલ કેમ્પ, વૃક્ષારોપણ, ભવ્ય પ્રદર્શન, ગાદીવાળાના અધ્યક્ષપદે મહિલા ખેંચ, મહાવિષ્ણુયાગ અખંડ ધૂન, વચનામૃત યજ્ઞ, સંત સંમેલન તેમજ બાળનગરી, વિજ્ઞાન મેળો જેવા યાદગાર પ્રસંગો જીવનના સંભારણા બની રહે તેવી રીતે તેનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મહોત્સવમાં હરી સ્મૃતિ મંદિર, સુવર્ણ શિખર, મુખ્ય જૂના મંદિરના કલાત્મક પ્રવેશ દ્વાર, પ્રાસાદિક નૂતન દરબાર ગઢ, નૂતન ગૌશાળા, નિજ મંદિર સુવર્ણ દ્વાર, નંદ સંતો સ્મૃતિ સ્મારક, માણકી ઘોડી સ્મારક, આઈકેર હોસ્પિટલ અને પ્રેમાનંદ થાત્રિક ભુવન જેવા અનેકવિધ આયામોને ખુલ્લા મુકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, 9 દિવસ સુધી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 27 તારીખે બપોરે મદિરથી શોભાયાત્રા નીકળશે જેનો 4 વાગે રાજ્યના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલ શુભારંભ કરાવશે. તેમજ આ મહોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ,ગુર્હ મત્રી અમિતભાઈ શાહ ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત અને અનેક રાજકીય નેતાઓ હાજરી આપવાના છે. આ પ્રસંગને લઈને સંતોમહંતો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર