Home /News /kutchh-saurastra /વીજળી પડતા બોટાદમાં 2 યુવાન, દાહોદમાં 1 મહિલાનું મોત

વીજળી પડતા બોટાદમાં 2 યુવાન, દાહોદમાં 1 મહિલાનું મોત

વરસાદ પડતા, ઉકળાટમાં રાહત મળતા લોકોમાં ખુશની લહેર છવાઈ છે તો, બીજી બાજુ વરસાદી માહોલ બે પરિવાર માટે દુખના વાદળ લઈને આવ્યો

વરસાદ પડતા, ઉકળાટમાં રાહત મળતા લોકોમાં ખુશની લહેર છવાઈ છે તો, બીજી બાજુ વરસાદી માહોલ બે પરિવાર માટે દુખના વાદળ લઈને આવ્યો

રાજ્યમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી કેટલાક વિસ્તારમાં મહેરબાની કરી છે. અગામી ચાર પાંચ દિવસ રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે વરસાદી માહોલમાં વીજળી પડવાથી આજે કુલ ત્રણ લોકોના મોતના પણ સમાચાર સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વરસાદના લાંબા વિરામથી રાજ્યના લોકો ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા, ઉકળાટમાં રાહત મળતા લોકોમાં ખુશની લહેર છવાઈ છે તો, આ બીજી બાજુ બોટાદ અને દાહોદમાં વરસાદી માહોલ બે પરિવાર માટે દુખના વાદળ લઈને આવ્યો તેવી ઘટના સર્જાઈ. બોટાદમાં વીજળી પડતા બે લોકોના મોત થયા છે, તો દાહોદમાં વિજળી પડવાને લઈ એક મહિલાનું મોત થયું છે.

જો સૌ પ્રથમ બોટાદની વાત કરીએ તો, બોટાદના તુરખા ગામે વીજળી પડતા બે યુવાનોના મોત થયા છે. આજે બોટાદના ગઢડા વિસ્તારમાં મેઘરાજાની મહેરબાની થઈ છે. આ સમયે ગાજ વીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, આ સમયે ખેતર બનેલા ઝુંપડા પર વીજળી ત્રાટકી. આ સમયે ઝુંપડામાં કાકા-બાપાના બે ભાઈઓ હતા, જેમના પર વિજળી પડતા ઘટના સ્થળે જ બંને યુવાનના મોત નિપજ્યા છે. અચાનક બે ભાઈના મોતથી પરિવામાં શોકનો માહોલ છવાયો.

આ બાજુ દાહોદના દેવગઢબારીયામાં પણ એક મહિલા પર વીજળી ત્રાટકતા મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર, દેવગઢબારીયાના ઝાપટીયા ખાતે વીજળી પડવાથી મહિલાનું મોત. મહિલા જ્યારે ખેતરમાં બકરા ચરાવતી હતી તે દરમિયાન વીજળી પડતા સ્થળ પર મહિલાનું મોત થયું છે. હાલમાં મૃતદેહને દેવગઢબારીયા ખાતે પોર્સ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સાગટાળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
First published:

Tags: Botad

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો