Home /News /kutchh-saurastra /Botad News: કરુણ ઘટના! પાણી પાવાની મોટર શરુ કરવા જતાં લાગ્યો કરંટ, બે પિતરાઈ ભાઈના મોત

Botad News: કરુણ ઘટના! પાણી પાવાની મોટર શરુ કરવા જતાં લાગ્યો કરંટ, બે પિતરાઈ ભાઈના મોત

મોતને ભેટેલા બે ભાઈઓ

Botad Crime News: ઢડા તાલુકાના ગુદાળા ગામમાં ઈલેક્ટ્રીક કરંટ (Electric shock) લાગતા કિશોર સહિત બેના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી.

પ્રકાશ સોલંકી, બોટાદઃ ગુજરાતમાં (Gujarat News) છાસવારે દુર્ઘટનાઓ બનતી રહે છે. ત્યારે બોટાદમાં (Botad News) એક આવી જ દુર્ઘટના બની હતી. જેમાં બે માસૂમ બાળકો જીવ ગુમાવ્યો હતો. ગઢડા તાલુકાના ગુદાળા ગામમાં ઈલેક્ટ્રીક કરંટ (Electric shock) લાગતા કિશોર સહિત બેના મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. અને લોકો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુદાળા ગામમાં એક કરુણ ઘટના બની હતી. 17 વર્ષનો ચિરાગ હિમતભાઈ ઓળકિયા અને 6 વર્ષનો વિવાન વિપુલભાઈ ઓળકિયા વાડીએ રમતા હતા. ત્યારે બંને પાણી પાવાની ઈલેક્ટ્રીક મોટર શરુ કરવા જતાં કરંટ લાગ્યો હતો.

ભારે કરંટના પગલે બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જોકે, તેમના અવાજના પગલે પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. બંને સંબંધમાં કાકા દાદાના ભાઈઓ થતા હતા. ઘટના અંગે જાણ થતાં ગઢડા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને બંને મૃતદેહોને પીએમ માટે ગઢડા રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અકસ્માતે મોતની ઘટના સેલવાસાના નારોલી ઔદ્યોગિક વસાતમાં પણ બની હતી. દાદરા નગરહવેલીનાં નરોલી વિસ્તારમાં આવેલા શ્રુતિ એન્ટરપ્રાઇઝ નામની ધાગા બનાવતી કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા. એ વખતે મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના 19 વર્ષીય ગોલુ ઉર્ફે વિરેન સીંગ નામનો એક કામદાર પોતાના સાથી કામદારો સાથે મશીનમાં રોજિંદુ કામ કરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ-Surendranagar: સાવકી માતાએ 7 વર્ષના પુત્રને આપ્યું હતું કમકમાટી ભર્યું મોત, પિતાએ લીધી આવી શપથ

એ વખતે જ અચાનક જ તે મશીનમાં ખેચાઇ ગયો હતો. અને પળભરમાં જ કામદાર નો પગ મશીનમાં ખેચાઇ અને ફસાઇ ગયો હતો.. દ્રશ્ય જોતા સાથી કામદારોમાં પણ દોડધામ મચી ગઇ હતી. જો કે કમનસીબે થોડા સમય બાદ કામદારનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજયુ હતુ.

જોકે કંપનીમાં કામ કરતી વખતે કામદારના થયેલા મોતના જીવંત દ્રશ્યો કંપનીમાં લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા..આ સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. બનાવની જાણ થતા જ દાદરાનગર હવેલીના પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ-Ahmedabad: 'જો તું મારી સાથે સેટિંગ નહિ કરે તો તારા ઘરવાળા ને મારી નાંખીશ', નરાધમોએ આચર્યું દુષ્કર્મ

પોલીસે કંપનીમાં પહોંચી બનાવ અંગે કંપની સંચાલકો અને સાથી કામદારો ની પૂછપરછ કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે..મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ કંપનીઓમાં કામ કરતી વખતે કામદારોની સુરક્ષા પ્રત્યે દાખવવામાં આવતી બેદરકારીના લીધે અનેક વખત કામદારોના અકસ્માતે જીવ ગયા હોવાના અનેક વખત બનાવો બની ચૂક્યા છે.

ત્યારે આ વખતે પણ કોઈપણ જાતની સુરક્ષા સાધનો વિના કંપનીમાં કામ કરી રહેલા કામદારના થયેલા દર્દનાક મોત ની આ ઘટનાને પગલે સમગ્ર પ્રદેશમાં ચકચાર મચી ગઇ છે. જોકે દાદરા નગર હવેલી પોલીસે આ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
First published:

Tags: Accident News, Botad News, Crime news, Gujarati news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો