પ્રકાશ સોલંકી, બોટાદ: ગઢડાના ઉગામેડી ગામમાં આંગડીયા પેઢીમાં થયેલી લૂંટમાં પાંચ આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ તમામ આરોપીઓ પાસેથી હીરાના પેકેટ અને રોકડ સહિત કુલ 39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોટાદ જિલાના પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં જ આરોપીઓ ઝડપાયા હતા.
બોટાદ જિલ્લાના બોટાદ રોડ પર પી વિજય આંગડિયા પેઢીનો કર્મચારી રાકેશ પટેલ વહેલી સવારના 9 વાગ્યાની આસપાસ પોતાનું બાઇક લઈ હીરાના પેકેટ અને રોકડ 6 લાખ લઈ ઉગામેડી તરફ જઇ રહ્યો હતો. ત્યારે ગઢડા ઉગામેડી રોડ પર અચાનક બ્લેક કલરની કારમાં આવેલા પાંચ શખ્સોએ આંગડિયાના કર્મચારીને માર મારી લૂંટ કરી હતી. આ તમામ શખ્સોએ કર્મચારી સાથે મારમારી કરી અને રુપિયા ભરેલો થેલો લૂંટી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ પહોંચી ગઇ અને તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાને ગંભીરતાથી લઇ બોટાદ એસપી હર્ષદ મહેતાએ જિલ્લાની તમામ પોલીસ ટીમોને ગઢડા બોલાવી લીધી અને નાકાબંધી કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ લૂંટમાં સંડોવાયેલા આરોપીઓને શોધતા લૂંટના પાંચ આરોપીએ હીરાના પેકેટ અને રોકડ રકમ સાથે ઝડપાયા, આ સાથે જ વપયરાયેલ કાર ગઢડાના ભીમદાડ ખાતે મળી આવી. હાલ તો પાંચ આરોપીઓ ઝડપાયા છે અને અન્ય બે આરોપીઓ ફરાર છે.