Golden Book Records: બોટાદના આ ડોક્ટરે ઓપરેશન વગર કિડનીમાંથી કાઢી પથરી

Golden Book Records: બોટાદના આ ડોક્ટરે ઓપરેશન વગર કિડનીમાંથી કાઢી પથરી
બોટાદના હોમિયોપેથી ડો. જીગ્નેશ હડીયલ

કઈ નવુજ કરવાની ઈચ્છા ધરાવનાર આ ડોકટરે બે વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે, કીડનીમાંથી વગર ઓપરેશને પથરી કાઢી રેકોડ કરવો છે

  • Share this:
    બોટાદના હોમોયોપેથીક ડોક્ટર ને ગોલ્ડન બુક ઓફ રેકોડમાં મેળવ્યું સ્થાન. ડો. જીગ્નેશ હડીયલે હોમિયોપેથીની દવા આપી વગર ઓપરેશને કિડનીમાંથી પથરી કાઢી રેકોડ સર્જ્યો. ગોલ્ડન બુક ઓફ રેકોડના એશિયાના અધિકારી દ્વારા આજે ડો .જીગ્નેશ ને સન્માન પત્ર આપી અને ઓપરેશન વગર કિડનીમાંથી પથરી કાઢવાનો રેકોડ તેમના નામે કર્યો. આની પહેલા આ રેકોડ ઇન્દોરના ડોક્ટરના નામે હતો, જેણે ૧૧ /૬ એમ એમ ની પથરી કાઢી હતી. ત્યારે આજે બોટાદના ડોકટરે આ રેકોડ તોડી બોટાદ નહી પણ સમગ્ર ગુજરાત સહિત ભારતનું નામ રોશન કર્યું છે.

    અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો આવી એક કેહવત છે, ત્યારે આ કહેવત સાર્થક થતી હોય તેવું બોટાદમાં બન્યું છે. બોટાદ શહેરના સામન્ય ગરીબ પરિવારમાંથી આવતા અને પાળીયાદ રોડ પર નીરામિક હોમિયોપેથીની કલીનીક ધરાવતા ડો.જીગ્નેશ હડીયલ એ સાબિત કરી બતાવ્યું છે.



    ડો .જીગ્નેશ હડીયલ બી.એચ.એમ.એસનો અભ્યાસ કરી હોમિયોપેથીનું કલીનીક ચલાવે છે અને પથરીની દર્દીઓને સારવાર આપે છે અને અત્યાર સુધીમાં ૨૦૦૦થી વધારે દર્દીઓને હોમિયોપેથીની દવા આપી સારવાર આપેલ છે. ડો જીગ્નેશ હડીયલ ૨૦૧૬માં બોટાદના લાઠીદડ ના દર્દીને દવા આપી અને વગર ઓપરેશને સામન્ય ખર્ચમાં પેશાબ નળીમાંથી ૨૦ /૯.૫.એમ .એમ ની પથરી કાઢી રેકોડ સર્જ્યો હતો, અને ૨૦૧૬માં તેમને ગોલ્ડન બુક ઓફ ઇન્ડિયા પોતાનું નામ નોધ્યું હતું, અને ત્યાર બાદ પાછુ ૩૧-૧૨-૨૦૧૭ ના રોજ પેશાબ નળીમાંથી ૨૧/૩ એમ એમની પથરી કાઢી પોતાનો જ રેકોડ તોડ્યો હતો.

    કઈ નવુજ કરવાની ઈચ્છા ધરાવનાર આ ડોકટરે બે વર્ષ પહેલા નક્કી કર્યું હતું કે, કીડનીમાંથી વગર ઓપરેશને પથરી કાઢી રેકોડ કરવો છે. ત્યારે તેમના ક્લીનીકે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના બોડીયા ગામના ગગારામભાઈ ધરમશીભાઇ જાદવ આવેલ અને પથરીનો દુખાવો થતો હોય તેમ જણાવેલ જ્યાં ડોક્ટર દ્વારા તેમના સોનોગ્રાફી રીપોટ કરાવેલ જેમાં ૨૨ એમ એમની કિડનીમાં પથરી હોય તેમ સામે આવ્યું હતું. ત્યારે ડોક્ટર દ્વારા આ દર્દીને હોમિયોપેથીની દવા આપી સારવાર આપી હતી. જેમાં કિડનીમાં રહેલી આ પથરી ધીમે ધીમે ૧૯ એમ એમ સુધીની થઈ ગઈ અને ત્યાર બાદ ૧૮ એમ એમે ની આ પથરી ૮૫ દિવસે ઓપરેશન વગર બહાર આવી ગયી હતી.

    જો દર્દી દ્વારા આ પથરીનું ઓપરેશન કરાવ્યું હોત તો તેણે ઘણો ખર્ચ કરવો પડ્યો હોત પણ અહીં તો સામન્ય ખર્ચમાં પથરી નીકળી ગયી. ત્યારે આવડી મોટી પથરી કિડનીમાંથી કાઢી ડોકટરે રેકોડ સર્જ્યો છે અને તેમણે આ અગે ગોલ્ડન બુક ઓફ ઇન્ડિયામાં પોતાના આ રેકોડ વિષે જાણ કરી હતી.

    આ મુદ્દે ડો જીગ્નેશ હડીયલ દ્વારા જણાવેલ કે આગામી દિવસોમાં તેઓ કિડનીમાં અને પેશાબમાં પથરીના રોગો થાય . ત્યારે હવે એવી રીસર્ચ કરવું છે કે એક વાર પથરી થયા પછી બીજી વાર તે દર્દીને પથરી ના થાય અને પોતાની સફળતા નો જશ માતાપિતાનો આપ્યો હતો અને બોટાદ જીલ્લો નહી પણ સમગ્ર ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું છે.
    First published:January 09, 2019, 21:07 pm