પ્રકાશ સોલંકી, બોટાદ: માતાપિતા બાદ બાળકના જીવનમાં શિક્ષક (Teacher)નો રોલ પણ ખૂબ મહત્ત્વનો હોય છે. શિક્ષક બાળકને ભણતરની સાથે સાથે જીવનના અનેક પાઠ શીખવે છે. જોકે, બોટાદમાં એક શિક્ષકે બાળ માનસ સાથે ચેડાં કર્યાં હોય તેવો બનાવ સામે આવ્યો છે! બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી એક સરકારી પ્રાથમિક શાળા (Government primary school)માં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને પ્રેમજાળ (Love Lesson)માં ફસાવી હતી અને તેને શિક્ષણના નહીં પરંતુ પ્રેમના પાઠ ભણાવ્યા હતા! આ ઘટનાએ શિક્ષણ જગતમાં ખૂબ ચર્ચા જગાવી છે. આ શિક્ષકે મર્યાદા ભૂલીને ગુરુ અને શિષ્યના સંબંધને લાંછન લગાડ્યું છે. હાલ આ શિક્ષક પર ફીટકાર વરસી રહી છે. પોલીસે આ નરાધમ શિક્ષકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર કોરોના પરિસ્થિતિને કારણે મોટાભાગે શાળા કાર્ય બંધ રહેતા સ્કૂલો તરફથી ઓનલાઈન શિક્ષણ (Online education) ચલાવવામાં આવી રહ્યું હતું. જે અંતર્ગત વિદ્યાર્થીઓને શિક્ષણના ઓઠા નીચે મળેલા મોબાઈલ ફોનના દુષ્પરિણામ સમાન આ કિસ્સો બનવા પામ્યો હતો.
છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી
આ ઘટનામાં ઓનલાઈન શિક્ષણના બહાને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી અને કૂમળું માનસ ધરાવતી વિદ્યાર્થિનીને નરાધમ શિક્ષકે ઓનલાઈન પ્રેમના પાઠ ભણાવ્યા હતા. અભ્યાસના બહાને શિક્ષકે વિદ્યાર્થિનીના માનસ સાથે ચેડા કર્યાં હતા. તાજેતરમાં સ્કૂલ શરૂ થતાં શિક્ષકે વિદ્યાર્થિની સાથે અડપલાં (Teacher molest student) કર્યાં હતાં. નરાધમ શિક્ષક ઓનલાઈન શિક્ષણના નામે વિદ્યાર્થિનીને વીડિયો કોલ કરતો હતો તેમજ મેસેજ કરતો હતો. આ બાબતની જાણ વિદ્યાર્થિનીના વાલીને થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આ પ્રકરણમાં વિદ્યાર્થિનીના વાલીઓ સહિત ગામના લોકોએ ઊંડી તપાસ કરતા શિક્ષકના કારનામા બહાર આવ્યા હતા. આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં અનેક વિગતો સામે આવી છે.
આરોપીને પોલીસ હવાલે કરાયો
સમગ્ર પ્રકરણે પી.એસ.આઈ. આર.બી. કરમટીયા તથા પોલીસ સ્ટાફે વધારે તપાસ હાથ ધરી ગઢડા શહેરમાં રહેતા શિક્ષક શબ્બીર અહેમદભાઈ બોળાતર (ઉં.વ. 35)ની પોલીસે ધરપકડ કરી પોસ્કો એકટ સહિતની કલમ મુજબ ફરીયાદ દાખલ કરી હતી. શિક્ષણ ક્ષેત્રે વાલીઓની આંખ ખોલતા આ ચોંકવનારા કિસ્સાના ઘેરે પ્રત્યાઘાત પડ્યાં છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર