બોટાદ : સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસ પર લોહીયાળ હુમલો

News18 Gujarati
Updated: May 8, 2019, 10:01 AM IST
બોટાદ : સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસ  પર લોહીયાળ હુમલો
સ્વામી અક્ષરપ્રકાશ દાસજીની ફાઇલ તસવીર

ગુરૂકુળમાં ચોરીના ઇરાદે ઘૂસેલા શખ્સોએ સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર તીક્ષ્ણ હથિયારોના ઘાં ઝીંકી હુમલા કર્યો હતો.

  • Share this:
પ્રકાશ સોલંકી, બોટાદ : બોટાદ જિલ્લાના ઢસા ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ઢસામાં આવેલા ગુરૂકુળના સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર હુમલો થયો હોવાની ઘટના ઘટી છે. હુમલાના પગલે ઘાયલ થયેલા સ્વામીને ભાવનગ ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની વિગત એવી છે કે ગુરૂકુળમાં ચોરીના ઇરાદે ઘૂસેલા શખ્સોએ સ્વામી અક્ષરપ્રકાશ દાસજી પર તીક્ષ્ણ હથિયારોના ઘાં ઝીંકી હુમલા કર્યો હતો. આ ઘટનાના પગલે એસ.પી. અને ડી.વાય.એસ. પી સહીતનો પોલીસ કાફલો ગુરૂકુળ ખાતે પહોંચી ગયો હતો. ગત મોડી રાત્રે એકથી વધુ ચોર ગુરૂકુળમાં ઘૂસ્યા હતા.

ગુરૂકુળમાં ચોર ઘૂસવાના કારણે જાગી ગયેલા સ્વામી અક્ષરપ્રકાશ દાસજી સાથે તેમની અડથડામણ થઈ હતી. અથડામણ દરમિયાન તસ્કરોએ સ્વામીને તીક્ષ્ણ હથિયારના ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા જેના પગલે સ્વામી લોહી લુહાણ થઈ ગયા હતા.

હુલમાં ઇજાગ્રસ્ત થયેલા સ્વામી અક્ષરપ્રકાશદાસને 108 મારફતે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


આ ઘટનાના પગલે નાસભાગ મચી જતા સ્થાનિકો ગુરૂકુળમાં આવી ગયા હતા અને 108ને જાણ કરી સ્વામી અક્ષરપ્રકાશને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ બોટાદ જિલ્લા પોલીસ વડા સહીતનો કાફલો ડોગ સ્ક્વૉડ અને એફ.એસ. એલ સાથે ગુરૂકુળ ખાતે આવી પહોંચ્યો હતો અને બનાવની તપાસ હાથ ધરી હતી.
First published: May 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...