વિધાનસભાના વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્રની એનડીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. બાપુએ કહ્યુ હતુકે, કુલભુષણ જાધવને બચાવવા માટે સાચી સર્જીકલ સ્ટ્રાઇક્સ કરવી જોઇએ. ભારતના જાસૂસ તરીકે પકડાયેલા ભારતીય સેના ના પૂર્વ નૌસેના અધિકારી કૂલભૂષણ યાદવને પાકિસ્તાને ફાંસીની સજા ફરમાવી છે. ત્યારે એનડીએ સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરીને જાધવને બચાવવાનો સમય આવી ગયો છે. તેઓએ કહ્યુ હતુકે કૂલભૂષણ જાધવને બચાવવાને બદલે વિદેશ મંત્રી તેમજ ગૃહમંત્રી મગર ના આંસુઓ સારે છે.
વડાપ્રધાન ની બોલતી બંધ થઈ જાય છે. એક નાં બદલે દસ ના માથા વાઢવા ની વાત કરનારી આ સરકારને ભારત દેશ ની ચિંતા કરવાવાળા આપણા કુલભૂષણની કોઈ ચિંતા નથી. કેન્દ્રસરકાર નિર્બળ હોવાનો આરોપ મૂકતા બાપુએ કહ્યુ હતુકે સરકારમાં ત્રેવડ હોય તો આ વખતે ઓરિજીનલ સર્જીકલ સ્ટ્રાઇક કરે.તેમણે ઇઝરાયલ જેવો નાનો દેશ સાચી સર્જીકલ સ્ટ્રાઇક કરતો હોય તો આપણા નૌકાદળના પુર્વ અધિકારી કુલભુષણ જાધવને જીવતો છોડાવવા સાચી સર્જીકલ સ્ટ્રાઇક કરવી જોઇએ તેવી અપીલ વાઘેલાએ કરી હતી.