
શંકરસિંહ વાઘેલા આજથી અજ્ઞાતવાસમાં ગયાછે. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા આઉટ ઓફ ગુજરાત એક અઠવાડીયા માટે ગયા છે. આ સમય દરમિયાન તે કોઇપણ રાજકીય કાર્યક્રમમાં ભાગ નહી લે.બાપુના અજ્ઞાતવાસમાં જવા પર અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. PM મોદીનો પ્રવાસ પૂર્ણ થયા બાદ શંકરસિંહ ગુજરાત પરત ફરશે.વધુ વિવાદ ન ઊભો થાય તે માટે બાપુ અજ્ઞાતવાસમાં ગયાનું મનાય છે. વાઘેલાના આર્શિવાદથી કોંગ્રેસ તુટશે તેવું મનાય છે. જો કે શંકરસિંહ કોંગ્રેસ છોડશે કે નહી તે નક્કી નથી.