Home /News /kutchh-saurastra /સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે આમરસ ઉત્સવ ઉજવાયો

સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરે આમરસ ઉત્સવ ઉજવાયો

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આમ રસ ઉત્સવ ઉજવાયો. હનુમાનજી દાદાનો કેરીથી કરાયો ભવ્ય શણગાર. કેરી સાથે દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. મોટી સખ્યામાં ભક્તો ઉમટ્યા.

આજે એકાદશી સાથે શનિવાર એટલે હનુમાનજી દાદાનો વાર. ત્યારે બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અલગ અલગ ત્યોહાર નિમિતે અલગ અલગ શણગાર સાથે હનુમાનજી દાદાનો શણગાર કરવામાં આવે છે. ત્યારે હાલ ઉનાળાની સીઝન હોય ફળોના રાજા તરીકે કેરી એવી અલગ અલગ પ્રાંતની કેરી સાથે તેમજ કેરીનો રસ, કેરીની કટકી સાથે આજે હનુમાનજી દાદાનો કેરી થી શણગાર કરવામાં આવ્યા છે.જે શણગાર જોઈ દાદા ના દર્શન કરતા ભક્તો માં અનેરો આનંદ પણ જોવા મળતો અને કેરી સાથે ના દાદા ના ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા નજરે પડ્યા.

હાલ પુરષોત્તમ માસ ચાલી રહ્યો છે અને આજે શનિવાર છે. ત્યારે હનુમાનજી મદિર ખારે દરેક ત્યોહારની ઉજવણી સાળંગપુર ખાતે કરવામાં આવે છે, ત્યારે આજે આમ રસ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો, જેમાં હનુમાનજીની મૂર્તિને કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ આ શણગારના દર્શન કરવા માટે ભક્તોની પડાપડી જોવા મળી હતી.

હરિભક્ત નરેન્દ્રસિંહ ગોહેલે કહ્યું કે, લગભગ ઘણા સમયથી 15-20 વર્ષથી પણ વધારે સમયથી આવીએ છીએ, ત્યારે કઈક નવુજ જોવા મળે છે આજે જે દર્શન કર્યા તે કેરીના શણગારથી સજ્જ હતા. એટલું સરસ મજાનું આયોજન કરેલ છે, મંદિરમાં માણસોની ભીડ સતત દર વર્ષ કરતા વધતી જાય છે એવું દેખાય છે. શ્રદ્ધા તો એટલી છે કે એમ લાગે કે દાદા આપણી સાથે જ છે.

ખાસ કરીને આજે વિશેષ હનુમાનજી મહારાજને શણગાર ધરાવવામાં આવ્યો છે, આ સિઝન કેરીની સિઝન કહેવાય. ફ્રુટના રાજા કેરી કહેવાય એટલે દાદાને ખુબજ ફ્રુટ પ્રિય હોય છે એટલે આજે વિશેષ કરીને દાદાને અન્નકુટના ભોગ રૂપે આમરોસત્વ દ્વારા લોકોને દર્શનનું સુખ આવે સુખાકારી થાય હેતુથી દાદાને આજે ખાસ કરીને વિશેષ સિઝનેબલ ફળનો દાદાને અન્નકુટ ધરાવવામાં આવશે અને મહાપ્રસાદ પણ અહીં આવતા ભક્તોને પણ આપવામાં આવશે.
First published:

Tags: Celebrated

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો