Home /News /kutchh-saurastra /સાળગપુરમાં 25,000 કિલો ઓર્ગેનિક રંગ સાથે રમાશે 'રંગોત્સવ', જાણો સમય

સાળગપુરમાં 25,000 કિલો ઓર્ગેનિક રંગ સાથે રમાશે 'રંગોત્સવ', જાણો સમય

આ વખતે સતત બીજા વર્ષે પણ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

Sarangpur Holi: સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે યોજાનાર ભવ્ય રંગોત્સવના કાર્યક્રમમાં 25,000 કિલો ઓર્ગેનિક કલર સાથે 250 કલરના હવામાં બ્લાસ્ટ કરવામાં આવશે.

પ્રકાશ સોલંકી, સાળંગપુર: બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ એવું સાળંગપુર હનુમાનજી દાદાનું મંદિર કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દર્શન કરવા આવતા હોય છે. મંદિર પ્રશાસન દ્વારા પણ અલગ અલગ તહેવારો સાથે અલગ અલગ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વખતે સતત બીજા વર્ષે પણ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ધુળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સાત માર્ચના રોજ સવારે આઠ કલાકે યોજાનાર ભવ્ય રંગોત્સવના કાર્યક્રમમાં 25,000 કિલો ઓર્ગેનિક કલર સાથે 250 કલરના હવામાં બ્લાસ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો:  અંબાજીમાં પ્રસાદ અંગે ભક્તોમાં ભારે વિરોધ

તેમજ નાસિક ઢોલના તાલે સમગ્ર રંગોત્સવનું આયોજન સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવશે. જેને લઇને મંદિર પ્રશાસન દ્વારા રંગોત્સવ કાર્યક્રમની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

આ પણ વાંચો: શું ટ્રેનની મુસાફરી દરમિયાન તમે માથા નીચે કિંમતી વસ્તુ મૂકો છો?

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ગત વર્ષે પહેલી વખત રંગોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ દિવ્ય રંગોત્સવના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યાની અંદર હરિભક્તો હાજર રહેશે અને સંતો મહંતોની હાજરી વચ્ચે રંગોત્સવ પર્વની ભવ્ય ઉજવણી કરશે.

જેને લઇ હનુમાનજી મંદિર વિભાગ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
First published:

Tags: Botad News, Gujarat News, Holi 2023

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો