Home /News /kutchh-saurastra /હનુમાન જયંતિઃ સાળંગપુર ખાતે ભક્તોનું ઘોડાપૂર, કેક કાપી કરાઈ ઉજવણી

હનુમાન જયંતિઃ સાળંગપુર ખાતે ભક્તોનું ઘોડાપૂર, કેક કાપી કરાઈ ઉજવણી

આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે પવનપુત્ર, રામભક્ત, સંકટમોચન, અંજનિપુત્ર હનુમાનનો જન્મ દિવસ. આખા દેશમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે. દેશભરમાં આવેલા હનુમાનજીના મંદિરોમાં ભક્તોના ઘોડાપૂર ઉમટી પડે છે. ત્યારે ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિર ખાતે સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા.

કેક કાપીને ઉજવણી

સાળંગપુર ખાતે આજે હનુમાન જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. અહીં સંતો દ્વારા કેક કાપીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહ્યા હતા. હનુમાન જયંતિ નિમિત્તે થયેલી દિવ્ય મંગળા આરતીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરી પહોંચી ગયા હતા.



આજે દિવસભર મંદિર ખાતે ખાસ હવન, પૂજા, આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. સાળંગપુર મંદિર ખાતે આજે ખાસ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે દર શનિવારે અહીં ભક્તોની ભીડ રહેતી જ હોય છે, પરંતુ આજે હનુમાન જયંતિ હોવાથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે. આ માટે ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટેની તમામ વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે.

સાળંગપુરથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની આજની શણગાર આરતીના કરો દિવ્ય દર્શન



રાજ્યભરમાં ઉજવણી

અરવલ્લી જિલ્લામાં આવેલા સાકરિયા ગામ ખાતે પણ આજે વિશેષ રીતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં આરતી બાદ ભગવાનને ભોગ ચડાવાયો હતો. સાંજે 41 કિલોની કેક કાપીને હનુમાનજીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ ખાતે આવેલા કેમ્પ હનુમાન ખાતે પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા.
First published:

Tags: Swaminarayan, હનુમાન જયંતિ