બોટાદઃ પાણી મુદ્દે ગ્રામ પચાયત કચેરી બહાર સરપંચના પ્રતિક ઉપવાસ

News18 Gujarati
Updated: June 8, 2019, 7:39 PM IST
બોટાદઃ પાણી મુદ્દે ગ્રામ પચાયત કચેરી બહાર સરપંચના પ્રતિક ઉપવાસ
પાણી માટે ઉપવાસ ઉપર બેઠેલા સરપંચ

બોટાદ જિલ્લાના રાણપુરમાં પીવાના પાણીની સમસ્યાને લઈ સરપંચ અચોક્કસ મુદતના પ્રતીક ઉપવાસ પર બેઠા છે.

  • Share this:
પ્રકાશ સોલંકી, બોટાદઃ બોટાદ જિલ્લાના રાણપુરમાં પીવાના પાણીની સમસ્યાને લઈ સરપંચ અચોક્કસ મુદતના પ્રતીક ઉપવાસ પર બેઠા છે. ધધુકા –રાણપુરના ધારસભ્ય રાજેશ ગોહિલ પણ ઉપવાસમાં જોડાયા હતા.સુખભાદર ડેમમાં પાણી ખાલી થતા છેલ્લા 12 દિવસથી પાણી મળતું નથી. તંત્રને અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા આખરે સરપંચને પ્રતીક ઉપવાસ બેસવાની ફરજ પડી છે.

ગત વર્ષે પડેલા ઓછા વરસાદના કારણે ગુજરાતમાં દુઃષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે બોટાદ જિલ્લાને પણ દુઃષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે બોટાદ જિલાના રાણપુર ગામ પણ તેમાં સામેલ છે. રાણપુરમાં અપુરતા વરસાદના કારણે પાણીની વિકટ સમસ્યા છે. ગામને 12 દિવસે પીવાનું પાણી મળે છે. એ પણ અનિયમિત જેના કારણે લોકો પરેશાન છે. ત્યારે રાણપુર શહેરને સુખભાદર ડેમ માંથી પીવાનું પાણી આપવામાં આવતું હતું. પરંતુ સુખભાદર ડેમમાં પાણી ખાલી થઈ જતા છેલ્લા 12 દિવસથી રાણપુર ગામને પાણી મળ્યું નથી.

રાણપુરમાં પીવાના પાણીની જે વિકટ પરિસ્થિતિ સર્જાય છે અને 12 દિવસથી પાણી મળ્યું નથી. ત્યારે આજે રાણપુર ગામ પચાયતનાં સરપંચ અબાસભાઈ ખ્લ્યાની પચાયત કચેરી બહાર અચોક્કસ પ્રતીક ઉપવાસ પર બેઠા છે. અને જ્યાં સુધી ગામને સમયસર પીવાનું પાણી નહી મળે ત્યાં સુધી આ પ્રતીક ઉપવાસ ચાલું રહેશે. તો બીજી તરફ ધધુકા –રાણપુર કોગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલ પણ પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા. પાણી આપોના નારા લગાવી તત્રનો વિરોધ કર્યો હતો.

સરપચ દ્વારા પાણીની સમસ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્રને અનેક રજુઆત કરેલી છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે સરપંચ દ્વારા પ્રતીક ઉપવાસ પર બેઠા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ તંત્ર શુ રાણપુરને પીવાનું પાણી ક્યારે મળે છે.
First published: June 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...