ગીર સોમનાથ જિલ્લામાં સત્તત ત્રીજા દિવસે વરસાદી માહોલ ઉના કોડીનાર ગીર ગઢડા અને સુત્રાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અનેક જિલ્લામાંવાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાના ઉના અને આસપાસના વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડતા હતા ત્યારે આજે ઉના સહિત કોડીનાર ગીરગઢડા અને સુત્રાપાડાનાં કેટલાક ગામડાઓમાં વરસાદ પડતા વાતાવરણમાં થાણાદિક પ્રસરી જવા પામી હૈ તેમજ ચોમાસાને લઈને લોકોનો ઇન્તજાર પણ થોડા દિવસોમાં પૂર્ણ થશે તેઓ આશાવાદ લોકો અને ધરતીપુત્રોમાં જોવા મળી રહ્યો છે.
ધોરાજી માં આજે ફરી વીજળી ના કડાકા ભડાકા સાથે મેઘ રાજાની સાહી સવારી ધોરાજી આવી પહોંચી હતી.મુસળધાર વરસાદ થી શહેર ના નીચાણ વારા વિસ્તારો માં જેવાકે બહારપુરા ત્રણ દરવાઝા વોકરકાઠાં પીરખા કુવા ચોક ચકલા ચોક વગેરે વિસ્તારો માં પાણી ભરાયા હતા.
ભરૂચ જીલ્લાના વાતાવરણમાં આજરોજ પલટો આવ્યો હતો.કાળા દિબાંગ વાદળોનો ફોજ સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ
રાજુલા શહેરમાં ફરી મેઘસવારી શરૂ થઈ
સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી
જામખંભાળીયામાં બપોરે વરસાદનું આગમન
ભારે બફારા વચ્ચે વરસાદી ઝાપટું આવ્યું
વરસાદી છાંટાના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા
જેતપુરમાં વરસાદની જમાવટ
1 કલાકથી ધમાકેદાર વરસાદ ચાલુ
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં ,બાબરા પંથકમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી