Home /News /kutchh-saurastra /બોટાદના પીપળીયા ગામ પાસે ગાડી પલટી મારી જતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

બોટાદના પીપળીયા ગામ પાસે ગાડી પલટી મારી જતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો

ગાડી પલટી મારી જતા વિદેશી દારૂ મળી આવ્યો

Botad:બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા વાન રોડ નીચે ઉતરી ગઈ હતી. વાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશીદારુનો જથ્થો ઝડપાયો. પોલીસ ઘટના સ્થળેથી બે આરોપીની અટકાત કરી હતી.

બોટાદ: બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા પીપળીયા ગામ પાસે મોડી રાત્રે પસાર થતા પિકઅપ વાનના ડ્રાયવર દ્રારા સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા વાન રોડ નીચે ઉતરી ગઈ હતી. તેમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટના સ્થળેથી બે આરોપીની અટકાત કરી હતી.

વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાન પલ્ટી મારી ગઈ


બોટાદ તાલુકાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મોડી રાત્રીના પાળીયાદ નજીક આવેલ પીપળીયા ગામ પાસે વિદેશી દારૂ ભરેલી પિકઅપ વાન નંબર GJ 01DX 9777 પલ્ટી મારી જતા રોડ નીચે ખાળીયામાં ખાબકી હતી. જેથી ઘટના જાણ થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પાળિયાદ પોલીસ સ્ટેશનના PSI ઝાલા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આ દારૂ ભરેલી પિક-અપ વાનમાંથી પોલીસે બે શખ્સોની ધડપકડ કરી હતી.

આ પણ વાંચો: લાકડાના ફટકા મારી મિત્રએ જ મિત્રની કરી ઘાતકી હત્યા, CCTVમાં કેદ

ગાડીમાંથી 957 વિદેશી દારુની બોટલો મળી આવી


ઘટના સ્થળેથી પકડાયેલા બંને આરોપીઓની પોલીસે સઘન પૂછપરછ કરતા પવન રાયસિગ  સોલંકી અને વલ્લભ રવજી ઝાપડિયા બંને બરવાળા તાલુકાના ખાંભડા ગામના હોવાનુ જણાવ્યું  છે. માહિતી પ્રમાણે બંને સુરેન્દ્રનગરના થાન બાજુથી આવી રહ્યા હતા અને બરવાળાના ખાંભડા બાજુ જઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતુ. જ્યારે પોલીસે પિકઅપ વાનમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની 957 વિદેશી દારુની બોટલો મળી આવી હતી. જેની કિંમત ત્રણ લાખ અને ગાડીની કિંમત ત્રણ લાખ મળી કુલ મુદ્દામાલ છ લાખ મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો.

પાળીયાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી


ઉલ્લેખનીય છે કે, 957 વિદેશી દારૂ સાથે બરવાળાના ખાંભડા ગામના બે શખ્સો ઝડપાયા. તેમનો અકસ્માત થતા હાલ બંને શખ્સોને ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પગલે પાળીયાદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. કાર્યવાહીના ભાગરૂપે પાળીયાદ પોલીસે બંને આરોપીને પકડી તેમના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Samrat Bauddh
First published:

Tags: કાર્યવાહી, ગુજરાત, દારૂ, વિદેશી દારૂ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन