Home /News /kutchh-saurastra /બોટાદમાં વડાપ્રધાને જનસમૂહને સંબોધન કર્યુ, નામ લીધા વગર અન્ય પાર્ટીઓ પર આકરા પ્રહાર

બોટાદમાં વડાપ્રધાને જનસમૂહને સંબોધન કર્યુ, નામ લીધા વગર અન્ય પાર્ટીઓ પર આકરા પ્રહાર

બોટાદમાં વડાપ્રધાનનું સંબોધન

PM Modi In Botad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોટાદમાં વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ છે. તેમાં તેમણે યુવાનોને મતદાન કરવા અપીલ કરી હતી. તો અન્ય પાર્ટીઓના નામ લીધા વગર તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.

    બોટાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન મોદીએ બોટાદમાં વિશાળ જનસભાને સંબોધન કર્યુ હતુ. અહીં તેમણે અન્ય પાર્ટીના નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. અહીં તેમણે યુવાનોને મોટા પ્રમાણમાં મતદાન કરવા માટે અપીલ કરી હતી.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ‘ભારતીય જનતા પાર્ટી વિકાસની ગેરંટી છે. અમે મજબૂતી લાવવા માગીએ છીએ. અમે 100 વર્ષનું કામ પૂરું કરવા માગીએ છીએ. જેથી આગામી સમયમાં ગુજરાતને પાછું વળીને જોવું નહીં પડે.’

    આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વાપીમાં ભવ્ય રોડ શો, જાહેરજનતાને સંબોધન


    વડાપ્રધાને કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર તેમણે અન્ય પાર્ટી પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘આ બધા લોકો જે બહારથી આવીને ગુજરાતને બદનામ કરવાનું અભિયાન ઉપાડ્યું છે. આ નકારાત્મકતાથી કોઈનું ભલું નથી થવાનું છે. તે બધાએ પોતાના ઘર ભરવા માટે જિંદગી ખપાવી દીધી છે. આપણે ગુજરાતને સમૃદ્ધ બનવાનું છે. ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. ગુજરાતના વિકાસમાં રોડા અટકાવવાવાળા, વાર-તહેવારને ગુજરાતીઓને ગાળો આપનારી આખી જમાતને અહીંથી વિદાય આપવાની જરૂર છે.’
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Narendra modi gujarat visit, Narendra modi speech, Pm modi in gujarat

    विज्ञापन
    विज्ञापन