Home /News /kutchh-saurastra /સારંગપુરમાં બન્યું પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર, જાણો નાગર શૈલીમાં તૈયાર થયેલા મંદિરની વિશેષતા

સારંગપુરમાં બન્યું પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર, જાણો નાગર શૈલીમાં તૈયાર થયેલા મંદિરની વિશેષતા

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

Pramukhswami Maharaj Memorial Temple: હાલમાં જ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એક મહિના સુધી ઉજવામાં આવ્યો હતો. આ સાથે હવે તીર્થધામ સારંગપુરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર બનાવવામાં આવ્યું છે. વસંતપંચમીના પવિત્ર દિવસે આ સ્મૃતિમંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી.

વધુ જુઓ ...
અમદાવાદ: હાલમાં જ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ એક મહિના સુધી ઉજવામાં આવ્યો હતો. આ સાથે હવે તીર્થધામ સારંગપુરમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર બનાવવામાં આવ્યું છે. વસંતપંચમીના પવિત્ર દિવસે આ સ્મૃતિમંદિરનો પ્રતિષ્ઠાવિધિ પ.પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે સંપન્ન થઈ હતી. જેમાં દેશ-વિદેશના હજારો સંતો-ભક્તોએ હાજર રહી પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં અંજલિ અર્પણ કરી હતી

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર


તીર્થધામ સારંગપુરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વિશાળ પરિસરમાં ભવ્ય શિખરબદ્ધ અક્ષરપુરુષોત્તમ મંદિર અને યજ્ઞપુરુષ સ્મૃતિમંદિરના બે ધ્રુવ વચ્ચે હવે ત્રીજું દિવ્ય પ્રેરણા સ્થાન  બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનું સ્મૃતિમંદિર બન્યું છે. સમસ્ત માનવજાતના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પ્રમુખસ્વામી મહારાજે સારંગપુરમાં અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો હતો. 13 ઓગસ્ટ 2016માં તેઓ અંતર્ધાન થયા તે પૂર્વે છેલ્લી અવસ્થામાં તેઓએ જ ઈચ્છા વ્યક્ત કરેલી કે, ગુરુદેવ બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિ મારા પર રહે અને મારી દ્રષ્ટિ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સામે હોય એવા સ્થળે મારો અંતિમવિધિ થાય.

આ પણ વાંચો: લ્યો બોલો! હજુ ઠંડી તો ગઈ પણ નથી ત્યાં કમોસમી વરસાદની આગાહી

જાણો સ્મૃતિ મંદિરની વિશેષતા


ઉલ્લેખનીય છે કે, તે પ્રમાણે જ તેઓની અંતિમસંસ્કાર વિધિ કરાઇ હતી. એ જ સ્થળે મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી સ્મૃતિમંદિર આકાર લઈ ચૂક્યું છે. પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરનો શિલાન્યાસ 17 ડિસેમ્બર 2018માં મહંતસ્વામી મહારાજે કર્યો હતો. આ પછી સંતો અને હરિભક્તોની મહેનતથી ચાર વર્ષમાં સ્મૃતિમંદિર બનીને તૈયાર થયું છે. પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરની વિશેષતાઓની વાત કરવામાં આવે તો સ્મૃતિમંદિરની લંબાઈ 140 ફૂટ, પહોળાઈ 140 ફૂટ અને ઊંચાઈ 63 ફૂટ છે. 7,839 પથ્થરોના સંયોજનથી 1 ઘુમ્મટ, 4 સામરણ અને 16 ઘુમ્મટીઓ ધરાવતું વિશિષ્ટ મંદિર બન્યું છે.

આ પણ વાંચો: રવિના ટંડન ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારના 106 પ્રાપ્તકર્તાઓમાં સામેલ 

નાગર શૈલીમાં તૈયાર કરાયું મંદિર


મકરાણાના શ્વેત સંગેમરમરના પથ્થરથી નિર્મિત નાગર શૈલી ધરાવતું મંદિર તૈયાર કરાયું છે. મંદિરની ફરતે કંડારાયેલી સંતો-ભક્તોની મૂર્તિઓ ગુરુ પ્રમુખસ્વામી મહારાજ સાથે સંતો ભક્તોની સ્મૃતિ કરાવે છે. મહત્વનુ છે કે, પ્રમુખસ્વામી મહારાજે વિશ્વભરમાં 1200થી વધુ મંદિરોનું નિર્માણ કરી તથા ગાંધીનગર, દિલ્હી અને અમેરિકામાં અક્ષરધામના સર્જન દ્વારા ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે. તેઓના આ યુગકાર્યને અંજલિ આપવા તેઓના સ્મૃતિમંદિરનું સ્થાપત્ય સ્વરૂપ પણ અક્ષરધામ જેવું જ રાખવામાં આવ્યું છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Baps pramukh swamis maharaj, Pramukh Swami Maharaj, Sarangpur swaminarayan temple