બોટાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાવિ રણનીતિ ઘડવા માટે આજે પાસના કન્વિનરોની બોટાદ ખાતે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પાસના હાર્દિક પટેલ સહિત ગુજરાતના પાસના કન્વિનરો હાજર રહ્યા છે. બેઠક પહેલા હાર્દિક પટેલ સાળંગપુર કષ્ટભંજન દાદાના દર્શન માટે ગયો હતો. જ્યાં પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિકે કહ્યું હતું કે, નીતિન પટેલ ભાજપથી નારાજ હોય તો અમારી સાથે આવી જાય.
હાર્દિકે બીજુ શું કહ્યું?
પત્રકારો સાથે વાતચીત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ સાથે ઘણા સમયથી ગેરવર્તણૂંક કરવામાં આવી રહી છે. તેમણે ભાજપને ઉભી કરવામાંં ખૂબ મહેનત કરી છે. જો ભાજપમાં તેમનું સતત અપમાન થઈ રહ્યું હોય તો અમે નીતિન પટેલને આમંત્રણ આપીએ છીએ કે તેઓ અમારી સાથે આવી જાય. આપણે સાથી મળીને અહંકારીઓ સામે લડીશું.
શિબિરમાં દિનેશ બાંભણિયાને ન બોલાવવા અંગે હાર્દિકે કહ્યું હતું કે, દિનેશ બાંભણિયાએ જાહેર કર્યું હતું કે તેઓ પાસના સભ્ય નથી. તે પાસમાંથી રાજીનામું આપે છે, આવા લોકોને અહીં બોલાવવાની જરૂર નથી.
સાળંગપુર ખાતે હાર્દિક પટેલ
બાંભણિયાએ કર્યાં હતા આક્ષેપ
એક સમયે હાર્દિકના ખાસ એવા દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ કરીને હાર્દિક પટેલ અને પાસના અનામતને લઈને મોટા ખુલાસા કર્યા છે. દિનેશ બાંભણિયાએ એક કથિત યાદી જાહેર કરી છે. જેમાં પાસના 30 લોકોના નામ છે. બાંભણિયાનું કહેવું છે કે હાર્દિક અને તેની મંડણીએ કોંગ્રેસ પાસેથી 30 લોકો માટે ટિકિટની માંગણી કરી હતી. બાંભણિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે પાસના નામે ધતિંગ ચાલી રહ્યા છે.
બાંભણિયા વધુમાં જણાવ્યું હતું કે, અનામતના નામે જે ફંડ મળ્યું હતું કે, શહીદોના ઘર સુધી પહોંચ્યું નથી. અનામત આંદોલન હવે રાજકીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાર્દિકે પોતાની સેક્સ સીડી અંગે પણ ખુલાસા કરવા જોઈએ. પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈની જાગીર નથી. મેં હજી તેના સભ્યપદેથી રાજીનામું નથી આપ્યું. હું હજી પાસમાં જ છું.
બાંભણિયાએ જે 30 લોકોની યાદી જાહેર કરી છે તેમાં, ધારી બેઠક પર જે.વી.કાકડીયા, મોરબીની બેઠક પર બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ-68 બેઠક પર હિતેશભાઈ મગનભાઈ વોરા, ધોરાજી બેઠક પર લલિતભાઈ વસોયા વગેરેના નામો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર