રાજ્યમાં ફરી એકવાર પાટીદાર આંદોલનને વેગવંતુ કરવામાં આવશે. બોટાદમાં ગુજરાત પાસ સમિતિની બેઠકમાં જેલમાં ગયેલા યુવાનો અને આંદોલન કારીઓ માટે આર્થિક વ્યવસ્થા ઉભી કરવા અને માં ઉમા-ખોડલ ખેડૂત પુત્ર સંકુલની સ્થાપના કરવાનું નક્કી કરાયું.
પાસના સંગઠન પ્રભારી દિલીપ સાબવાએ જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી બાદ 165 તાલુકામાં પાસનું સંગઠન બન્યું છે. હવેથી કોઈ રાજકીય નિર્ણય લેતા પહેલા દરેક તાલુકા-શહેરીની સમિતિની વિશ્વાસમાં આવશે. આગામી 8 એપ્રિલે રાજ્યના તમામ તાલુકા સમિતિના અંદાજે 3500 સભ્યોની મીટિંગ ભાવનગર જિલ્લામાં યોજાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર