ગઢડા : SP સ્વામીને 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ, સંતો-સંત્સંગીઓમાં ચકચાર

બોટાદ ડે. કલેકટરે 6 જિલ્લામાથી તડીપાર કરવાની નોટીસ આપી ૨૫ માર્ચ સુધીમાં જવાબ રજુ કરવા જણાવ્યું

  • Share this:
    પ્રકાશ, સોલંકી, બોટાદ : ગઢડા ગોપીનાથજી (Gadhada Gopinathji Temple) મંદિરના પૂર્વ ચેરમેન (Ex Chairman) એસ.પી.સ્વામીને (SP Swami) બોટાદ ડે. કલેકટરે 6 જિલ્લામાથી તડીપાર કરવાની નોટીસ આપતા ચકચાર મચી છે. 25 આ નોટિસનો તેમને માર્ચ સુધીમાં જવાબ રજૂ કરવા જણાવાયું છે. આ ઉપરાંત વાઈરલ વીડિયો (Viral Video) બાબતે મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામીએ એસ.પી. સ્વામી વિરુદ્ધ ફરીયાદ નોધાવી છે. આ સમગ્ર મામલે એસપી સ્વામીએ સીબીઆઈ તપાસની માંગણી કરી છે. મંદિર મામલે હાઈકોર્ટે મા કેસ શરૂ છે જે બાબતે ડી.વાય.એસ.પી નકુમ દ્વારા કેસો પરત ખેંચવા દબાણ કરવામા આવી રહ્યુ છે તેવા આક્ષેપો સાથે આ સમગ્ર મામલાની તપાસ સી.બી.આઈને સોંપવામાં આવે તેવી માંગ  એસ.પી.સ્વામીએ કરી છે. તો બીજી તરફ તડીપાર કરવાની નોટીસને લઈને સ્વામિનારાયણ સંતો અન સંત્સંગીઓમાં ચકચાર મચી જવા પામી છે.

    સ્વામિનારાયણ સંપ્રદાય નુ મહત્વનું સથાન ધરાવતું બોટાદ જિલ્લાનુ ગઢડા ગામ છે. ભગવાન સ્વામીનારાયણ પોતે 29 વર્ષ ગઢડામાં રહી ગઢડાને પોતાની કર્મ ભૂમી બનાવી હતી. જેથી ગઢડા સવામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તિરથધામ ગણાય છે. ગઢડામા આવેલ સ્વામિનારાયણનું મુખ્ય મંદિર જે ગોપીનાથજી મંદિર આવેલુ છે ત્ંયા છેલ્લા દોઢેક વર્ષથી દેવ પક્ષ સત્તા પર આવતાની સાથે ગોપીનાથજી મંદિર કઈકને કઈક વિવાદમાં આવતુ રહ્યું છે.



    આ પણ વાંચો :  રાજકોટ : 300 કિલો વજન ધરાવતાં મહિલાની હાલત હતી ગંભીર, મહામહેનતે હૉસ્પિટલ પહોચાડ્યા

    બોટાદ જિલ્લાના નાયબ કલેકટર દ્વારા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામી ને 6 જિલ્લામાથી તડીપાર કરવા માટેની નોટીસ આપવામાં આવી છે તેમજ 25 માર્ચ સુધીમાં તેઓએ નોટીસને લઈને કઈ જવાબ આપવો હોય તો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો ગઢડા ગોપીનાથજી મંદિરના દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીએ મંદિરના વાઈરલ વીડિયો કરવાના મામલે પોલીસ ફરિયાદ પણ નોધાવવામાં આવી છે.

    સમગ્ર મામલે એસ પી સ્વામીએ પ્રતિક્રિયા આપતા જણાવેલ કે 'મારા પર એવા કોઈપણ ગંભીર ગુના નથી મારા પર લોકડાઉન દરમિયાન મંદિરના મેદાનમાં ધુન કરવાની 118 મુજબ ફરીયાદ થઈ હતી. તેમજ જમીન વિવાદ સમયે ફરીયાદ દાખલ કરી હતી પરંતુ આ બધુ જે મંદિરના ચેરમેનનો વિવાદ અને ડીવાયએસપી નકુમની જે દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો હતો.

    આ પણ વાંચો : સુરત : તાપીમાં માછીમાર યુવક ડુબ્યો, કરચલા પકડતો અંતિમ Live Video વાયરલ

    એ સમગ્ર મામલો હાઈકોર્ટે મા ચાલે છે જેને લઈને ડીવાયએસપી રાજદિપસિંહ નકુમ તેમના માણસો દ્વારા કેસ પાછો ખેંચવા મારા પર દબાણો કરાવે છે જે બાબતે તંત્ર દ્વારા રાગ દ્વેષ રાખી મને બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ 6 જિલ્લા માથી તમને તડીપાર કેમ ન કરવા એવી ડેપ્યુટી કલેકટરની નોટિસ અપાવી છે. પરંતું સરકાર દ્વારા આ સમગ્ર મામલે સી.બી.આઈને તપાસ સોંપેતેવી ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ માંગ કરી છે
    Published by:Jay Mishra
    First published:March 14, 2021, 17:54 pm

    ટૉપ ન્યૂઝ