ગઢડા મંદિરની ચૂંટણી: બોગસ મતદારની આશંકાએ એક વ્યક્તિની અટકાયત

News18 Gujarati
Updated: May 5, 2019, 5:01 PM IST
ગઢડા મંદિરની ચૂંટણી: બોગસ મતદારની આશંકાએ એક વ્યક્તિની અટકાયત
બોગસ મતદારની આશંકાએ એક વ્યક્તિની અટકાયત

બોટાદ ગઢડા મંદિરના ટ્ર્સ્ટની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે, ત્યારે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે.

  • Share this:
નવીન ઝા, ગઢડા: બોટાદ ગઢડા મંદિરના ટ્ર્સ્ટની ચૂંટણી માટે આજે મતદાન થઇ રહ્યું છે, ત્યારે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે બોગસ મતદાર હોવાની આશંકાના આધારે આ વ્યક્તિની અટકાયત કરી છે. જ્યારે હાલ પોલીસ દ્વારા આ વ્યક્તિની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

સાથે જ ચૂંટણી દરમિયાન ઘર્ષણના પણ સમાચાર સામે આવી રહ્યાં છે. સામાકાઠે મતદાન મથક પર બબાલ થઇ હતી. દેવપક્ષના સ્વામીનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો અને દેવપક્ષના ભાનુપ્રસાદ સ્વામીની કાર રોકી વિરોધ કરાયો હતો.

આ અંગે બોટાદના એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું કે, એવું કંઇ ખાસ ઘર્ષણ ધ્યાને નથી. પણ શરૂઆતના બે-ત્રણ કલાકમાં મતદારોનો ઘસારો રહ્યો છે. હાલ વ્યવસ્થા સરસ રીતે ચાલી રહી છે. મતદાતાઓ પણ ઉત્સાહપૂર્વક મત આપી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, આચાર્ય પક્ષના ઉમેદવાર એસ.પી. સ્વામીએ ચૂંટણીમાં બોગસ મતદાનની આશંકા વ્યક્ત કરી હતી. ગઢડામાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી છે. આ ચૂંટણીમાં બંને પક્ષોએ એક બીજા પર બોગસ મતદાનનો આરોપ મૂક્યો છે.

આ પણ વાંચો: ગઢડા મંદિર ચૂંટણી : એસ.પી. સ્વામીએ વ્યક્ત કરી બોગસ મતદાનની આશંકા

એસ.પી. સ્વામીએ કહ્યું,“હાથમાં નિશાન સાથે અને દોરા બાંધીને મતદાન કરી રહ્યાં છે. કાંડે દોરા બાંધીને જે લોકો મતદાન કરી રહ્યાં છે તે નિયમની વિરુદ્ધ છે. કાંડા બાંધેલા લોકો મતદાન મથકમાં જાય છે, તેનો અમે વિરોધ કર્યો છે. આવા નિશાની સાથે એક સાથે જે લોકો જઈ રહ્યાં છે તે કાયદાની વિરુદ્ધ છે. કાંડાનું રહસ્ય છે તેમાં ખોટા મતદારોના નામે મતદાનનો પ્રયાસ થઈ રહ્યો છે. ”
First published: May 5, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading