ભક્તોને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની આરતીમાં રૂબરૂ હાજર રહેવાની છૂટ મળી

ભક્તોને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની આરતીમાં રૂબરૂ હાજર રહેવાની છૂટ મળી
પહેલા ભક્તોને ઓનલાઇન આરતીનો જ લાભ મળતો હતો.

હાલ મંદિર સવારે 5.20થી 12 અને બપોરે 3.30  થી રાત્રે 9 સુધી ખોલવામાં આવે છે, બહારગામથી આવતા ભક્તો માટે ધર્મશાળા પણ ખોલવામાં આવી.

 • Share this:
  પ્રકાશ સોલંકી, બોટાદ: કોરોના વૈશ્વિક મહામારી (Corona Pandemic)ના કારણે દેશમાં લૉકડાઉન (Lockdown) કરવાની ફરજ પડી હતી. આ સાથે તમામ ધાર્મિક સ્થાનો પણ બંધ કરવામાં આવ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકા (Botad District)માં આવેલા વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર (Shree Kashtabhanjan Dev Hanumanji Mandir Salangpur) ખાતે છેલ્લા 172 દિવસથી હરિભક્તો મંદિરમાં માત્ર દર્શન કરી શકતા હતા.

  કોરોના મહામારીને પગલે ભક્તોને આરતીમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. આજે 172 દિવસ બાદ  હનુમાનજી દાદાના આરતી સાથેના દર્શનનો લાભ હરિભક્તો એ લીધો હતો. મંદિર પહેલાની જેમ જ આજથી ખુલ્લું રાખવામાં આવશે. હાલ મંદિર સવારે 5.20થી 12 અને બપોરે 3.30  થી રાત્રે 9 સુધી ખોલવામાં આવે છે.  આ પહેલા માત્ર દર્શનની જ વ્યવસ્થા હતી અને આરતીને ઓનલાઇન જ જોઈ શકાતી હતી. આજથી રૂબરૂમાં તમામ હરિભક્તોને આરતીનો લાભ તેમજ મંદિર વહીવટી વિભાગ દ્વારા દૂરથી આવતા હરિભક્તો માટે ધર્મશાળા પણ ખોલવાનો નિર્ણય લીધો છે.

  આ પણ વાંચો: અમદાવાદમાં પૂજારી અને ટ્રસ્ટીના વિવાદ વચ્ચે કેમ્પ હનુમાન મંદિર નહીં ખૂલે તેવો નિર્ણય

  કોરોનાની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સિંગની કાળજી રાખવામાં આવશે. હાથ સેનિટાઇઝ કર્યા બાદ અને માસ્ક પહેરીને જ આરતીમાં લાભ લઈ શકાશે. કોરોના મહામારીમાં 172 દિવસથી ઓનલાઈન આરતી જોયા બાદ હવે આરતીમાં રૂબરી પધારી શકાશે તેવો નિર્ણય થતાં હરિભક્તોએ ધન્યતા અનુભવી છે.

  ઉલ્લેખનીય છે ક સાળંગપુર મંદિર ખાતે દર શનિવારે અને રવિવારે દૂર દૂરથી ભક્તો દર્શનનો લાભ લેવા માટે આવતા હોય છે. શનિવારની આરતીમાં ખોટી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે સરકારના આદેશ બાદ મંદિરમાં ભક્તોની આરતીમાં રૂબરૂ હાજર રહેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:September 12, 2020, 13:58 pm

  ટૉપ ન્યૂઝ