પ્રકાશ સોલંકી, બોટાદ : બોટાદ (Botad) જીલ્લાના રાણપુર (Ranpur) તાલુકાના કિનારા (Kinara village) ગામની 15 વર્ષીય સગીરાને (Minor girl) તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી 23 વર્ષીય નરાધમે સગીરાને વાડીમાં બે દિવસસુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર (Minor Raped in Ranpur Kinara village) ગુજારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જોકે બનાવ પગલે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના કિનારા ગામની 15 વર્ષીય સગીરાને તા.11/૩/22ના રોજ સવારે 11 કલાકે કિનારા ગામનો હિમ્મત સામજી ડાભી નામના યુવકે ફોન કરીને ઘરે બોલાવી હતી.
સગીરા યુવકના ઘરે પહોચે તે પહેલા આ યુવકે ફરીથી સગીરાને ફોન કરીને કનારા ગામે આવેલી સુખાભાઈ ભરવાડની વાડીએ આવાનું કહેતા આ સગીરા સુખાભાઈ ભરવાડની વાડીએ ગઈ હતી.
ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યુ
ત્યાં આ નરાધમ યુવકે સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી સગીરાને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી બે દિવસ સુધી સગીરાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તા.12/૩/22નાં રોજ સાંજે 5 કલાકે સગીરાને વાડીએથી ભાગવાનો મોકો મળતા સગીરા ભાગીને તેના ઘરે આવીને સમગ્ર હકીકત તેના માતા પિતાને જણાવી હતી
સગીરાનાં પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં તા.14/૩/22નાં રોજ આરોપી હિમ્મત સામજી ડાભી ઉ.વ.23 વિરૂદ્ધ ફરિયાદ નોંધવાતા રાણપુર પોલીસે પોસ્કોનો ગુન્હો નોંધી વધુ તપાસ રાણપુર પી.એસ.આઈ.-એસ.એચ.ભટ્ટ ચલાવી રહ્યા છે. જ્યારે સગીરાને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો