Home /News /kutchh-saurastra /ગઢડા સ્વામીનારાયણ મંદિર ચૂંટણી મામલે રસાકસી, યાદીમાં નવા નામ ઉમેરવાનો જજે કર્યો હુકમ

ગઢડા સ્વામીનારાયણ મંદિર ચૂંટણી મામલે રસાકસી, યાદીમાં નવા નામ ઉમેરવાનો જજે કર્યો હુકમ

નવા મતદારોના નામ દાખલ કરવાને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોટમાં પોહ્ચ્યો હતો, જેના કારણે છેલા ૧૦ વર્ષથી ચુંટણી યોજાઈ નથી

નવા મતદારોના નામ દાખલ કરવાને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોટમાં પોહ્ચ્યો હતો, જેના કારણે છેલા ૧૦ વર્ષથી ચુંટણી યોજાઈ નથી

    ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મદિરની ચુંટણી મામલે આજે એમ.એમ.હાઈસ્કૂલ ખાતે બેઠક યોજાઈ હતી. મતદાર યાદીમાં નામ ચડાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પોહ્ચ્યો હતો. હાઈકોર્ટના નિવુત જજની અધ્યક્ષતામાં આઠ પખવાડિયામાં ચુંટણી યોજવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. આજે નિવુર્ત જજની હાજરીમાં બેઠક યોજવામાં આવી, જેમાં બંને પક્ષના સંતો હાજર રહ્યા હતા. જોકે, આ મુદ્દે આગામી ૨ તારીખે ફરી બેઠક યોજાશે.

    પ્રાપ્ત માહિતી મુજબ, બોટાદ જીલાનું ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મદિર કે જ્યાં છેલ્લા ૧૦ વર્ષથી ચુંટણી યોજાઈ નથી, અને ચુંટણીને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પોહ્ચ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા બે મહિના પહેલા હુકમ કરેલ કે આઠ અઠવાડિયાની અંદર ગઢડા મદિરની ચુંટણી યોજાવી જોઈએ. જેને લઈ સુપ્રીમે હાઈકોર્ટના નિવુત જજ એસ.એમ.સોનીની ચુંટણી અધિકારી તરીકે નિમણુક કરી છે.

    તમને જણાવી દઈએ કે, નવા મતદારોના નામ દાખલ કરવાને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોટમાં પોહ્ચ્યો હતો, જેના કારણે છેલા ૧૦ વર્ષથી ચુંટણી યોજાઈ નથી, જેને પગલે આજે નિવૃત જજની અધ્યક્ષતામાં ગઢડાની એમ .એમ.હાઈસ્કૂલમાં મીટીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગઢડા ગોપીનાથજી મદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી, એસપી સ્વામી તેમજ અન્ય સંતો અને સામા પક્ષે સ્વામી અને અન્ય સંતો હાજર રહ્યા હતા.

    આ બેઠકમાં ચુંટણી અધિકારી દ્વારા બને પક્ષોને સાંભળવામાં આવ્યા હતા. ખાસ કરીને ચુંટણીની યાદીમાં નવા મતદારોના નામ દાખલ કરવા તે અંગેની રજૂઆત થઈ હતી. તો બીજી બાજુ સામા પક્ષના હરીપ્રકાશ સ્વામી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સ્વામિનારાયણ સંપ્રદાયના વડા રાકેશ પ્રસાદ દાસજી મહારાજ દ્વારા જે સંતોને દીક્ષા આપવામાં આવી છે તેવા ૨૫ થી ૩૦ સંતોના નામ દાખલ કરવામાં આવે. બંને પક્ષની દલિલો બાદ ચુંટણી અધિકારી દ્વારા નામ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો.

    તો બીજી તરફ હાલના ગઢડા મદિરના કોઠારી અને મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ દ્વારા કાચી મતદાર યાદી ચુંટણી અધિકારીને રજુ કરવામાં આવી હતી. આ સિવાય ઓબઝેક્સ મંગાવા ટ્રસ્ટને કહેવામાં આવ્યું હતું. મતલબ કે જે કોઈને વાંધો હોય તેમણે ૧૫ દિવસમાં વાંધા અરજી કરવા જણાવ્યું છે.

    હાલ તો ગઢડા સ્વામિનારાયણ મદિરમાં ચુંટણીને લઈ ભારે રસાકસીનો મામલો જોવા મળી રહ્યો છે. તેમજ મીટીંગના પગલે પોલીસ દ્વારા પણ ચાંપતો બદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. ત્યારે હવે પછીની બેઠક આગામી ૨ તારીખે યોજાશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Held, Meeting

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन