બોટાદ : ચાલુ ડાયરાનાં સ્ટેજ પર જ યુવાને લોક ગાયકને માર્યા લાફા, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: November 25, 2019, 11:07 AM IST
બોટાદ : ચાલુ ડાયરાનાં સ્ટેજ પર જ યુવાને લોક ગાયકને માર્યા લાફા, વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાંથી લીધેલી તસવીર

આ યુવાનનો આક્ષેપ હતો કે, માતાજીનાં પવિત્ર માંડવાનાં કાર્યક્રમમાં આ કલાકાર દારૂ પીને આવ્યો હતો.

  • Share this:
પ્રકાશ સોલંકી, બોટાદ : સામાન્ય રીતે આપણે ડાયરામાં રૂપિયાનો વરસાદ થતો જોતા હોઇએ છીએ પરંતુ બોટાદમાં ચાલુ ડાયરામાં લાફાનાં વરસાદનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે. બોટાદમાં માતાજીનાં માંડવામાં કલાકાર પ્રભાત સિંહ સોલંકી ગાઇ રહ્યાં હતા. તે દરમિયાન જ અચાનક એક યુવાન આવ્યો અને સ્ટેજ પર જ કલાકાર પ્રભાત સોલંકીને જોરદાર ત્રણથી ચાર લાફા મારી દીધા. આ યુવાનનો આક્ષેપ હતો કે, માતાજીનાં પવિત્ર માંડવાનાં કાર્યક્રમમાં આ કલાકાર દારૂ પીને આવ્યો હતો. તે માતાજીનાં ભજન પણ નશાની હાલતમાં જ કરી રહ્યો હતો.

આ પણ વાંચો : નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદિતાને શોધવા ઇન્ટરપૉલની મદદ લેવાશે

આ વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. ત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાયરલ વીડિયો બોટાદનાં સાળંગપુર વિસ્તારનો છે. આ લાફાવાળી બાદ અન્ય લોકો પણ યુવકનાં સમર્થનમાં આવે છે. તે લોકોનો આપોપ છે કે, માતાજીના માંડવામાં દારૂ પીને આવતા માતાજીની ગરીમા જળવાતી નથી. તેમને પહેલા જ કહ્યું હતું કે માતાજીનો ડાયરો છે. મહત્વનું છે કે, માતાજીનાં ડાયરામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો : નકલી ચલણી નોટ કૌભાંડ : સ્વામિનારાયણનાં સાધુ અને અન્ય માસ્ટર માઇન્ડનું પ્લાનીંગ આવું હતું

યુવકે અચાનક જ્યારે કલાકારને લાફા ફટકાર્યા તે બાદ લોકોએ કલાકાર પ્રભાતસિંહ સોલંકીને નીચે ઉતરી જવા કહ્યું હતું. જોકે, તે નીચે ઉતરતા જ અન્ય લોકોએ પણ તેને માર માર્યો હતો. હવે આ તપાસનો વિષય છે કે ખરેખર ગાયક કલાકાર પ્રભાતસિંહ સોલંકી દારૂનાં નશામાં હતો કે નહીં.

 
First published: November 25, 2019
વધુ વાંચો
अगली ख़बर