Home /News /kutchh-saurastra /બોટાદના આ ભાઇએ હાથ ગુમાવ્યો, હિંમત નહીં, એક હાથથી ઘસે છે હીરા

બોટાદના આ ભાઇએ હાથ ગુમાવ્યો, હિંમત નહીં, એક હાથથી ઘસે છે હીરા

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, જીવનમાં જે વ્યક્તિ હિંમત નથી હારતો સફળતા તેને જરૂર મળે છે. આવી જ કહાની છે બોટાદના ઢસા નજીક રસનાળ ગામે રહેતા ડાયાભાઇની. 20 વર્ષ પહેલા ટેમ્પો રીક્ષામાં મુસાફરી દરમિયાન ડાયાભાઈને અકસ્માત નડ્યો, જેમાં ડાયાભાઇએ એક ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે ડાયાભાઇએ હિંમત ન હારી અને ત્રણ બાળકો અને પત્નીની જવાબદારી સંભાળી લીધી.

એક તરફ શારીરીક ખોટખાપણ તો બીજી બાજુ પાંચ સભ્યોના પરિવારના ભરન પોષણની જવાબદારી, ડાયાભાઇએ કફોડી સ્થિતિમાં પણ હિંમત રાખીને એક હાથથી હીરા ઘસવાનું કામ ચાલુ રાખ્યું. એક હાથે હીરા ઘસવું સામાન્ય લોકોને શક્ય જ ન લાગે પરંતુ ડાયાભાઇ એ કરી બતાવ્યું. એક હાથથી તે પાછું ગ્લાસમાં વારંવાર જોવાનું કામ કપરૂ હતું, પરંતુ ડાયાભાઈએ આ સમસ્યાનો ઉકેલ પણ શોધી કાઢ્યો.



એક હાથથી આવી રીતે ઘરે હીરા

સામાન્ય રીતે હીરા ઘસવા માટે બે હાથની જરૂર તો પડે જ છે. કારણ કે વારંવાર ગ્વાસમાં જોવાથી લઇને હીરા ઘસવા વગેરે માટે બે હાથની જરૂર પડે છે. જો કે તેનો પણ ડાયાભાઇએ ઉકેલ શોધી લીધો. ડાયાભાઈએ મોઢા પર લોખંડનો વાયર બાંધીને હીરા જોવાનું આઈ ગ્લાસ ફીટ કર્યું. જેની મદદથી વર્ષોથી ડાયાભાઈ હીરા ઘસીને જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. એટલું જ નહીં, ડાયાભાઇએ કોઈની મદદ વગર બે દિકરીના લગ્ન પણ કરાવ્યા.



ડાયાભાઇની હિંમતે સમાજમાં અન્ય લોકો માટે પ્રેરણાનું કામ કર્યું છે. ડાયાભાઈને એક હાથ સાથે રોજિંદા જીવનમાં પણ સંઘર્ષ કરવો પડે છે. હીરા ઘસવાના કલાકો દરમિયાન ડાયાભાઈ અન્ય સાથી કર્મચારીઓની મદદ લેતા નથી અને દરેક કામ પોતાની જાતે જ કરે છે, સાથી રત્ન કલાકારો પણ ડાયાભાઈની મહેનત અને ધગશને બિરદાવી રહ્યાં છે.

પત્ની સાથે ડાયાભાઇ
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો