ન્યૂઝ18 ગુજરાતી : ઇતિહાસ સાક્ષી છે કે ગઢડા જયારે સહજાનંદ સ્વામી પધાર્યા ત્યારે એભલ ખાચર તથા તેમના પુત્ર ઉત્તમસિંહ ઉર્ફે દાદા ખાચરના આગ્રહવશ સ્વામીજી અહીં 28 વર્ષ રહેલા. તેમણે ગઢડાને સંત્સંગનુ કેન્દ્ર બનાવેલું. આ ખાચર પરિવારની છઠ્ઠી પેઢીના વારસદાર હરસુરભાઈ ખાચરને આજે સરેઆમ લાતો પડી !
..અને મારનાર કોણ ? ગઢડાના જ એસપી સ્વામી ! શો કળજુગ વ્યાપ્યો છે ? ભગવાં લજવવાની ઘટનાઓ વારેતહેવારે સામે આવતી જ રહેતી હોય છે. સંસારને ત્યાગીને લોકોને સદમાર્ગ ચીંધવાની પ્રવૃત્તિમાં લાગેલા સંતો કેટલા ત્યાગી, સંયમી, શાંત, સંતોષી અને સભ્ય છે, તેનું ઉદાહરણ આ ઘટનાથી આપોઆપ મળી જાય છે ! સૌને યાદ હશે કે, આ એસપી સ્વામીએ જ થોડા સમય પૂર્વે ઉપવાસ ઉપર ઉતરેલા 'પાસ'ના નેતા હાર્દિક પટેલના ઉપવાસ છોડાવવાની પહેલા કરી હતી !
આજે ગઢડાનાં એસ.પી.સ્વામી ગઢડાનાં હરસુરભાઈ ખાચરને લાત મારતો હોય તેવો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જે પ્રમાણે નજર આવે છે, તેમ હરસુરભાઈ ધીરુ ભાઇ ખાચર કોઈ રજૂઆત માટે 20-25 સાધુ સંતો અને 25-30 જેટલા હરીભક્તોને લઇને મંદિરે પહોચ્યા હતાં. જ્યાં તેમણે મંદીરનાં ટ્રસ્ટી વિરુદ્ધ કરેલી ફરિયાદ અંગે વાત કરી હતી. ફરિયાદ મુજબ મંદીરની 2 કરોડ રૂપિયાની રકમ ટ્રસ્ટી દ્વારા ચાઉ કરી ગયા હોવાની વાત સામે આવી હતી. આ મામલે હાઇકોર્ટે પણ તપાસ કરવાનાં હુકમ આપ્યા છે.
આ અંગે વાત કરતાં સમયે અચાનક જ ત્યાં ટ્રસ્ટનાં સલાહકાર એસપી સ્વામી પહોંચી ગયા હતાં અને હરસુરભાઈનેખાચરને લાત મારી હતી. યાદ રહે, હરસુરભાઈ ગઢડાનાં છઠ્ઠી પેઢીનાં વારસદાર છે. હરસુરભાઈએ News18 ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે કેઓ પોતે ગઢડા સ્વામીનારાયણ મંદીરનાં ચઠ્ઠી પેઢીનાં વારસદાર છે. અને તેથી જ તેઓએ પોતાની નૈતિક જવાબદારી સમજીને મંદીરનાં ટ્રસ્ટ દ્વારા થતા કૌભાંડની વાત જગજાહેર કરી હતી. અને તેનાં વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ લીધા છે. તેમજ તેનો નિવેડો આવે તે માટે કામ પણ કરી રહ્યા છે.
કેટલાક લોકો મતદારયાદી સુધારણાઓના મામલે આ બબાલ થઇ હોવાનું જણાવે છે, જે અનુચિત છે. બે દિવસ પૂર્વે ગઢડાના જ એક સ્વામીએ અહીંના સ્થાનિક દુકાનદારો સાથે મારપીટ કરી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે પણ થોડા દિવસમાં નિતનવા ખુલાસાઓ આવશે અને ફરી પાછું ભુલાઈ જશે !
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Against, Complain, Man beaten, SP swami