અનિલ માઢક, મહુવા : ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં કોરોના વાયરસની સ્થિતિ અંગે નાગરિકોને પળેપળની માહિતી મળે તેવા હેતુથી નાગરિકો દ્વારા જાહેરમાં ન્યૂઝ18નું Live પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. અહીંયા આ સ્ક્રિન સવારે 8.00 વાગ્યા શરૂ થશે અને રાત્રે 11.00 વાગ્યા સુધી આ સ્ક્રિનનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ સ્ક્રિન મીડિયા એસોસિએશન દ્વારા મૂકવામાં આવી છે.
આ સ્ક્રિન પર કોરોના વાયરસને લગતા લાઇવ સમાચારોનું સતત પ્રસારણ થશે. સ્થાનિકોને હકિતમાં હાલની સ્થિતિનો ચિતાર મળે તેવા હેતુથી આ સ્ક્રિન મૂકવામાં આવી છે. આ સ્ક્રિન મૂકવા માટે સ્થાનિક ધનંજય પબ્લિસિટીએ સહકાર આપ્યો છે અને આવતીકાલે વધુ એક સ્ક્રિન મહુવા શહેરમાં આ પ્રકારે કાર્યરત કરવામાં આવશે.
મહુવા : કોરોનાની સ્થિતિ અંગે માહિતી મળે એ માટે ગાંધીબાગમાં News18 ગુજરાતીનું Live પ્રસારણ pic.twitter.com/jwPhEz5di1
કોરોનાની હાલની વકરતી જતી સ્થિતિને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા યાર્ડમાં 13 એપ્રિલથી હરાજી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીંયા ડુંગળી સિવાયની તમામ જણસની હરાજી બંધ રહેશે. કપાસ,અનાજ, નાળિયેર સહિતની હરરાજી મહુવા યાર્ડમાં અચોક્કસ મુદત માટે બંધ રહેશે.
મહુવા ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ બચુભાઈ પટેલે જણાવ્યું કે નાના ગરીબ અને મધ્યમવર્ગના પેશન્ટને અત્યારે ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે આજે મહુવા ચેમ્બર ઑફ કોમર્સ અને નગરપાલિકા પાંચ દિવસ સતત બંધ રહે તેના માટે અપીલ કરે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર