Botad news: ગઢડાના ઘોઘાસમડી ગામમાં આઝાદી બાદ પહેલીવાર મહિલા સરપંચ અને સભ્યોની ટીમ સમરસ બની
Botad news: ગઢડાના ઘોઘાસમડી ગામમાં આઝાદી બાદ પહેલીવાર મહિલા સરપંચ અને સભ્યોની ટીમ સમરસ બની
મહિલા સરપંચ અને સભ્ય ટીમની તસવીર
botad news: બોટાદ જિલ્લાના (botad news) ગઢડા તાલુકાના નાનકડા એવા ઘોઘસમડી ગામની કે 1300ની વસ્તી ધરાવતા આ ગામની અંદર રાજયમાં પંચાયત રાજની (panchayat raj) સથાપના બાદ પ્રથમવાર મહિલાઓની ટીમ ગ્રામ પંચાયતમાં સમરસ જોવા મળી છે.
પ્રકાશ સોલંકી, બોટાદઃ બોટાદ જિલ્લાના (Botad news) ગઢડા તાલુકાના ઘોઘાસમડી ગામમાં (Ghoghasamadi village) એકતાનું ઉદાહરણ જોવા મળ્યું હતું. રાજયમાં પંચાયત રાજની (Panchayat raj) સથાપના બાદ ઘોઘાસમડી ગામમાં પ્રથમવાર મહિલા સરપંચ (Lady sarpanch) અને સભ્યો ટીમ સમરસ બની હતી. આઝાદી બાદ સૌ પ્રથમ વાર ગામમાં મહિલા ગ્રામ પંચાયત ચલાવશે. ત્યારે આગામી દિવસોમાં મહિલાઓ ગામનો વધુ વિકાસ કરશે અને જરૂરિયાતના કામો પૂર્ણ કરશે તેવું મહિલાઓએ નિવેદન આપ્યું હતું.
બોટાદ જિલ્લાના (botad news) ગઢડા તાલુકાના નાનકડા એવા ઘોઘસમડી ગામની કે 1300 ની વસ્તી ધરાવતા આ ગામની અંદર રાજયમાં પંચાયત રાજની (panchayat raj) સથાપના બાદ એટલે કે આઝાદી બાદ પ્રથમવાર મહિલાઓની ટીમ ગ્રામ પંચાયતમાં સમરસ જોવા મળી છે. અહી ગામમાં રહેતા અલગ અલગ દરેક સમાજના આગેવાનો એકત્રિત થઈને સર્વાનુમતે સરપંચ અને પંચાયતની બોડી (panchayat body) નકકી કરેલું છે.
ઘોઘાસમડી ગામ
ગામમાં એકતા અને સંપના કારણે નાનકડા ગામમાં પીવાના પાણી, ગટર લાઈન, શિક્ષણ, સીસી રોડ સહિતના પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામના તમામ લોકો દરેક તહેવારો સાથે મળીને ઉજવે છે. ત્યારે પાડાપણ ગામે વધુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહિયા આઝાદી બાદ સૌ પ્રથમ વાર ગામમાં મહિલાઓ ગ્રામ પંચાયત ચલાવશે.
નાનકડા એવા ઘોઘસમડી ગામમાં નારી શક્તિ નું ઉત્તમ ઉદાહરણ ગ્રામ પંચાયત માં જોવા મળ્યું છે ત્યારે મહિલાઓ ગામનો વધુ વિકાસ કરશે તેવુ મહિલા સરપચ અને સભ્યો દ્વારા જણાવેલ છે. જેમાં ગામની અંદર હાલ મોટા ભાગના વિસ્તારમાં સી સી રોડ અને પેવર બ્લોક ના રોડ છે ગામની અંદર પીવાના પાણીની વ્યવસ્થા છે. તેમજ જે રોડ રસ્તાના કામો બાકી છે તે આગામી દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે.
તેમજ ગામની અંદર આવેલ સ્કૂલ જેમાં અને ગામની અંદર સરકારી હોસ્પિટલ નથી તેના માટે સરકાર માં રજુઆત કરી વહેલી તકે આ કામો પૂર્ણ થાય તેવી આશા વ્યક્ત કરી છે. મહિલા સરપંચ મધુબેનના જણાવ્યા પ્રમાણે ઘોઘાસામરડી ગામમાં આરોગ્યને લઈને કોઈ સુવિધા નથી તેને પહેલા પ્રાધ્યાન આપવામાં આવશે અને હોસ્પિટલ બનાવવામાં આવશે.
ઘોઘાસમડી ગામ
જેથી લોકોને ગઢડા સુધી ધકા ન ખાવા પડે અને બીજી અમારૂ મુખ્ય કામ એ છે અહીં શિક્ષણ ને લઈને મોટો પ્રશ્ન છે. પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટ છે તે વહેલામાં વહેલી તકે ઘોઘાસામરડી ગામની સ્કૂલમાં શિક્ષકોની ભરતી કરાવીશું. જેથી અમારા ગામના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે બાકી રોડ રસ્તા ગટર પેવર બ્લોક સહિતના તમામ કામો થયેલા છે અને જે બાકી હશે તે પૂર્ણ કરીને ઘોઘાસામરડી ગામને ગોકુળિયું ગામ બનાવીશું.
જ્યારે ઉપર સરપંચ હંસાબેને જણાવ્યું હતું કે અમારા ગામમાં એકતા છે એ માટે જ અમને આ કામ કરવાનો મોકો મળ્યો છે અને આગળની બોડી જે હતી તેણે જે કામ કર્યા છે અને જે અધૂરા રહી ગયા છે અમે એ કામો પૂર્ણ કરીશુ અને ગામનો વધુમાં વધુ વિકાસ કરીશું.
મીડિયાના માધ્યમથી સરકારને રજુઆત કરતા જણાવેલ કે ઘોઘાસામરડી ગામના વિદ્યાર્થીઓને અહીંથી બહાર અભ્યાસ અર્થે આપડાઉન કરવું પડે છે અને શિક્ષકોની ઘટ છે તેને લઈને બહાર ગામ અભ્યાસ અર્થે જવું પડે છે હજુ જે કામો અધૂરા છે તે અમે પૂર્ણ કરીશું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર