Home /News /kutchh-saurastra /રોજીંદ ગામે કથિત લઠ્ઠાકાંડે મચાવ્યું મોતનું તાંડવ, 18 લોકોના મોત બાદ SIT ની રચના

રોજીંદ ગામે કથિત લઠ્ઠાકાંડે મચાવ્યું મોતનું તાંડવ, 18 લોકોના મોત બાદ SIT ની રચના

રોજીંદ ગામે બનેલી લઠ્ઠાતકાંડની આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે

ધંધુકામાં 9 વ્યક્તિઓના શંકાસ્પદ મોત નિપજ્યા છે. ત્યાં જ આ દેશી દારૂ પીવાથી મોત થયાની આશંકા છે. આમ આ 9 લોકોના મોત બાદ રાજ્યમાં વધુ એક વખત લઠ્ઠાકાંડનું ભૂત ધુણ્યુ છે.

ગુજરાતામં દારૂબંધી (Darubandhi)નો ફરી એક વખત ફુગ્ગો ફુટી ગયો હોય તેમ અમદાવાદ (Ahmedabad)ની બાજુમાં આવેલા ધંધુકા (dhandhuka) અને બરવાળામાં દારૂ પીવાછી 18 લોકોના મોત થયા છે. ત્યાં જ આ મામલે પ્રાંત અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા બંને ગામની રોજીદ ગામની મુલાકાત લેવાઇ રહી છે. બોટાદના રોજિદમાં કથિત લઠ્ઠા કાંડ થયો છે. રોજીદના 10થી વધુ લોકોની તબિયત લથડી છે. આ દરમિયાન સારવાર દરમિયાન 18 વ્યક્તિના મોતની પોલીસે પુષ્ટિ કરી છે. ત્યાં જ અન્ય લોકો સારવાર હેઠળ છે અને મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા છે. રાજ્યમાં લઠ્ઠાકાંડનું ભૂત ફરીથી ધૂણ્યા બાદ તાબડતોડ આ મામલે SIT ની રચના કરી દેવામાં આવી છે. રોજીંદ ગામે બનેલી લઠ્ઠાતકાંડની આ સમગ્ર ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં એસઆઇટીની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે.

લઠ્ઠાકાંડની આ ઘટનાના પગલે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઇ છે અને બરવાળા તાલુકાના ચોકડી ગામે પોલીસ સહિતનો મસમોટો કાફલો પહોંચ્યો હતો. ચોકડી ગામેથી દારૂ બન્યો હતો અને વેચાણ થયું હતું માટે બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ sog, dysp, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો હતો. ચોકડી ગામમાં જઈ કોણ-કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ધંધુકામાં 18 વ્યક્તિઓના શંકાસ્પદ મોત નિપજ્યા છે. ત્યાં જ આ દેશી દારૂ પીવાથી મોત થયાની આશંકા છે. આમ આ 18 લોકોના મોત બાદ રાજ્યમાં વધુ એક વખત લઠ્ઠાકાંડનું ભૂત ધુણ્યુ છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટથી તમામ લોકોના મોતનું કારણ જાણી શકાશે. હાલમાં પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તમામ મૃતકોએ બોટાદના રોજિદ ગામે દારૂ પીધો હોવાની જાણકારી સામે આવી રહી છે.



12 લોકો શંકાસ્પદ રીતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની હાલત નાજુક હોવાની પ્રથમ જાણકારી સામે આવી રહી છે. આ તમામ લોકોના દેશી દારૂ પીવાથી મોત થયાની આશંકા સેવાઇ રહી છે. પોલીસ એ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. જોકે પોસ્ટ મોર્ટમ બાદ જ મૃત્યુની હકીકતનું કારણ જાણી શકાશે.

આ પણ વાંચો- ચાલુ બસમાં યુવકનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી દેવાયો

આજ સવારથી ધંધુકા અને બરવાળામાં દેસી દારૂ પીને આવેલા કેટલાક લોકો અચાનકથી બીમાર પડ્યા હતા જે બાદ તે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાં જ સારવાર દરમિયાન ચાલ લોકોના મોત નિપજ્યા છે અને અન્ય ચાલ લોકોની હાલત ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યાં જ મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. આમ આજે ધંધુકા અને બરવાળામાં લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ રચાયું છે. જ્યાં ઝેરી લઠ્ઠો પીવાથી લોકોના મોત થયાની આશંકા સેવાઇ રહી છે.

આ પણ વાંચો- ખાખી વર્દી પર લાગ્યો દાગ

તમને જણાવી દઇએ કે, વર્ષ 2016માં સુરતમાં વરેલીમાં લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ થયું હતું જેમા તપાસ દરમિયાન ઝેરી લઠ્ઠો પીવાથી લોકોના મોત થયાનું તથા ચોરી કરેલો મિથેનોલ ભેળવાયો હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું. બીજી તરફ સુરેન્દ્ર નગર જિલ્લાના લખતરમાં વર્ષ 2020માં કથિત લઠ્ઠો દેશી દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત નીપજતા ચકચાર મચી ગઇ હતી.
First published:

Tags: Dhandhuka, Gujarat police, Gujarati news, લઠ્ઠાકાંડ