પ્રકાશ સોલંકી, બોટાદઃ સુરત શહેર જેવા ડાયમંડ સીટીમાં હીરાની લૂંટ કરીને લૂંટારુઓ ફરાર થતા હોવાની ઘટનાઓ છાસવારે બને છે. જોકે, આવી જ એક ઘટના બોટાદ જિલ્લાના ગઢડામાં બની છે. જ્યાં કારમાં આવેલા ચાર લૂંટારૂઓ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી હીરાની લૂંટ ચલાવીને ચાર લૂંટારૂઓ ફરાર થયા હતા. આ અંગે પોલીસને જાણ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવીને આગળની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે બોટાદ જિલાના ગઢડા તાલુકાના ગઢડા-ઉગામેડી રોડ પર આજે બુધવારે ગઢડાના પી વિજય આંગડિયા પેઢીનો કર્મચારી ઉગામેડી તરફ બાઇક લઈને જઈ રહ્યો હતો. ત્યારે બ્લેક કલરની કાર લઈ ચાર અજાણ્યા શખ્સો આવેલા અને આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલા હીરાના પેકેટ આચકી લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.
આંગડિયા પેઢીના કર્મચારીએ રાડો પાડતા આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને અન્ય લોકો દ્વારા કારનો પીછો કર્યો હતો. પરંતુ તેઓ લૂંટરોઓ ને પકડવામાં નિષ્ફળ રહ્યા હતા. લૂંટની ઘટના અંગેની જાણ ગઢડા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આજુબાજુના સીસીટીવી કેમેરા જોઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જોકે આ લખાય રહ્યું છે ત્યાં સુધી લૂંટનો આંકડો કેટલો છે તે સામે આવ્યો નથી અને કોઈ પોલીસ ફરિયાદ નોંધાય નથી. તો બીજી તરફ લૂંટમાં જે કાર વપરાય હતી તે કાર ગઢડાના ભીમદાડ પાસેથી બિનવારસી મળી આવેલી હોય તેવું સૂત્રો માંથી માહિતી મળી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર