ગઢડામાં 12 વર્ષ બાદ નીકળી રહી છે જળજીલણી જળયાત્રા, CM રૂપાણી હાજર

News18 Gujarati
Updated: September 9, 2019, 12:10 PM IST
ગઢડામાં 12 વર્ષ બાદ નીકળી રહી છે જળજીલણી જળયાત્રા, CM રૂપાણી હાજર
સીએમ રૂપાણી હાજર રહ્યા.

ગોપીનાથજી સ્વામિનારાયણ મદિરમાં આચાર્ય પક્ષ દ્વારા જળજીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા કાઢવામાં આવતી હતી, પરતું 2007માં જે રસ્તા પરથી પાલખીયાત્રા નીકળે છે તે રસ્તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બંધ કરી દેતા વિવાદ સર્જાયો હતો.

  • Share this:
સંજય ટાંક, ગઢડા :  ગઢડામાં સ્વામિનારાયણ ભગવાનની 200 વર્ષ જૂની પરંપરા છેલા 12 વર્ષથી તૂટી રહી હતી. ગોપીનાથજી સ્વામિનારાયણ મદિરમાં આચાર્ય પક્ષ દ્વારા જળજીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા કાઢવામાં આવતી હતી, પરતું 2007માં જે રસ્તા પરથી પાલખીયાત્રા નીકળે છે તે રસ્તો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બંધ કરી દેતા વિવાદ સર્જાયો હતો. આ કારણે છેલ્લા 12 વર્ષથી જળઝીલણી એકાદશીના દિવસે નીકળતી ઠાકોરજીની જળયાત્રા નીકળતી નથી. જળજીલણી યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે સીએમ વિજય રૂપાણી પણ આ જળયાત્રામાં સામેલ થવા માટે ગઢડા પહોંચી ગયા છે.

આ વર્ષે દેવપક્ષની નવી બોડી મદિમાં આવતા તેમના દ્વારા પાલખી યાત્રા કાઢવાનું નક્કી કરાયું છે. જળજીલણી એકાદશીના દિવસે સ્વામિનારાયણ ભગવાન સોનાની પાલખીમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ઠાકોરજીને ગઢડામાં આવેલ ઘેલો નદીમાં જળ આહાર કરાવતા હતા. ત્યારથી ગઢડામા જળજીલણી એકાદશીના દિવસે લાખો હરિભકતોની હાજરીમાં વાજતે ગાજતે ઠાકોરજીની પાલખી યાત્રા કાઢવામાં આવતી હતી. પરંતુ ગઢડામા જે રસ્તા પરથી ઠાકોરજીની જળયાત્રા પસાર થતી હતી તે રસ્તો 2007માં BAPS મંદિર દ્વારા નગરપાલિકા પાસેથી ખરીદી લીધી હતી અને ઠાકોરજીની જળયાત્રા રુટ પર દીવાલ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો. દીવાલ મામલે હરિભકતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું અને દિવાલકાંડ સજાયો હતો.

હાલ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટેમાં પેન્ડિંગ છે. ગઢડા બીએપીએસ સંસ્થા દ્વારા બંધ કરાયેલો રસ્તો ખુલ્લો ન કરે ત્યાં સુધી ઠાકોરજીની જળયાત્રા છેલ્લા 12 વર્ષથી નીકળતી ન હતી.  આ દીવાલ મુદ્દે મારામારી પણ થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી. દીવાલ મુદ્દે આચાર્ય પક્ષના ઘનશ્યામ સ્વામીએ 39 દિવસના ઉપરાવાસ કર્યા હતા અને 35 દિવસ સુધી ગઢડા શહેર બંધ રહ્યું હતું.

આ મામલે હર જીવન સ્વામીએ જણાવ્યું હતું કે, "ભગવાન સ્વામીનારાયણ ખૂદ અહીં 28 વર્ષ સુધી રોકાયા હતા. આથી આ સ્થાનનું ખૂબ મહત્વ રહેલું છે. ખૂદ પ્રભુએ આ સમયો બાંધ્યો હતો. ચોમાસાના નીરને વધાવવાનો આ સમય છે."
First published: September 9, 2019, 11:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading