Botad Chemical Scandal: ઇમોસ કંપની ચાંગોદરની જે ફિનાર કંપનીને મિથાઇલ સપ્લાય કરતી હતી તે ફિનાર કંપનીએ અનેક વખત એમોસ કંપની અને સમીર પટેલને મેઈલ કરી માલમાં ઘટ હોવાની જાણ કરી હતી.
બોટાદના અલગ-અલગ બે તાલુકામાં કેમિકલ કાંડ બનતા દોડધામ મચી ગઈ હતી. આ કેમિકલ કાંડમાં કુલ 49 લોકોના મોત થયા હતા અને આ મામલે ગુજરાતની રાજનીતિમાં પણ ગરમાવો આવી ગયો હતો ત્યારે પચાસથી વધુ લોકોને કેમિકલ કાંડની અસર થઈ હતી. મહત્ત્વનું છે કે આ મામલે કુલ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જેમાં અલગ-અલગ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. ત્યારે આજે બોટાદ કેમિકલ કાંડને લઈને મહત્ત્વના સમાચાર સામ આવી રહ્યા છે.
બોટાદ કેમિકલ કાંડની તપાસ એજન્સીને આરોપી સમીર પટેલ વિરુદ્ધ મહત્વના પુરાવા મળ્યા છે. ઇમોસ કંપની ચાંગોદરની જે ફિનાર કંપનીને મિથાઇલ સપ્લાય કરતી હતી તે ફિનાર કંપનીએ અનેક વખત એમોસ કંપની અને સમીર પટેલને મેઈલ કરી માલમાં ઘટ હોવાની જાણ કરી હતી.
ફિનાર કંપનીએ અનેક વખત એમોસ કંપનીમાં ફરિયાદ કરવા છતા સમીર પટેલ કે એમોસ કંપનીએ આના પર કોઈ એક્શન પણ નહોતા લીધા કે મેઈલનો રીપ્લાય પણ આપ્યો ન હતો. પોલીસ માને છે કે માલ ઓછો પહોંચતો હોવાની જાણ હોવા છતાં કોઈ પગલાં નહીં ભરાતા સમીર પટેલ તેની કંપનીમાંથી મીથાઇલ ચોરી થતું હોવાનું જાણતા જ હોવા જોઈએ.
પોલીસ સૂત્રો પાસેથી એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, આ પુરાવા કોર્ટ સમક્ષ પણ મુકાશે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો એમોસ કંપનીમાંથી આ કેમિકલ જયેશ નામના આરોપીએ ચોરી કરીને બુટલેગરોને આપ્યા હતા. જેથી આ કેમિકલ પીવાથી લોકોના મોત થયા હતા. આ સમગ્ર મામલે બે આઇપીએસની બદલી પણ કરવામાં આવી અને પીએસઆઇ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આ કેમિકલ કાંડની તપાસ આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રોયને સોંપવામાં આવતા જ કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર