Home /News /kutchh-saurastra /યુવાનોની શક્તિએ એક વર્ષંમાં રંગપરને બનાવ્યું ‘ગ્રીન વિલેજ’

યુવાનોની શક્તિએ એક વર્ષંમાં રંગપરને બનાવ્યું ‘ગ્રીન વિલેજ’

એક વર્ષમાં રંગપર બન્યું હરીયાળું ગામ

વૃક્ષો મોટા થયા તેમાં પક્ષીઓનો કિલકિલાટ પણ શરૂ થયો. પક્ષીઓએ આ વૃક્ષો પર માળા બનાવવા પણ માંડ્યા.

વલ્લભીપુર તાલુકામાં આવેલા રંગપર ગામમાં બરોબર એક વર્ષ પહેલા ગામનાં સ્થાનિક યુવાનોએ ભેગા મળી હરીયાળું ગામ બનાવવાનો નિશ્ચય કર્યો. ફંડફાળો કર્યો, શ્રમદાન કર્યું, વૃક્ષોનાં રખોપા કર્યા અને આજે તેનાં ફળ નજર સામે દેખાઇ રહ્યાં છે. ગામ હરીયાળું બની ગયુ છે.  પાંચમી જૂને જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવે ત્યારે  રગંપર ગામનાં લોકોને હરીયાળી જોઇ હરખ થાય તે સ્વાભાવિક છે.

રંગપરના વતની અને મહુવામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતભાઇ ચૌહાણે જણાવ્યુ કે, ગયા વર્ષે ગામલોકોએ ભેગા મળી 800 વૃક્ષો વાવ્યા હતા. લોકોએ વૃક્ષ દીઠ 500 રૂપિયાનો ફાળો આપ્યો. વનવિભાગે ઝાડ અને પિંજરા આપ્યા.

ગામ લોકોએ તેની માવજત કરવાની નેમ લીધી. ડ્રીપ ઇરીગેશનનો ઉપયોગ કર્યો અને હવે આ વૃશ્રો આંખને ઠંડક આપે છે,”.

મહત્વની વાત એ છે કે, રંગપર ગામની વસ્તી માંડ 500ની છે અને તેમાંય ઘણા લોકો નોકરી કરવા બહાર વસે છે પણ ગામને હરીયાળું બનાવવા માટે સૌએ સાથ આપ્યો. વૃક્ષો વાવીને તેને કેવી રીતે જનત કરી શકાય તે માટે પ્રેરણારૂપ બન્યું છે.

રંગપર ગામની વસ્તી માંડ 500ની છે


મંગળવારે બાજુનાં પિપરીયા ગામનાં લોકો રંગપર ગામની મુલાકાતે આવ્યા હતા અને કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કર્યુ તેની વિગતો મેળવી. પિપરીયા ગામનાં લોકો પણ આ અભિયાનને તેમના ગામમાં શરૂ કરવા માંગે છે. સારા કામની સુવાસ ફેલાઇ રહી છે.

રંગપર ગામમાં રહેતા જામભા હાડાએ આ તમામ વૃક્ષોને પાણી પાવાથી લઇ રોજ-બરોજની દેખરેખની જવાબદારી સંભાળી છે.

“અમારા ગામમાં એમ કહી શકાય કે, એ વ્યક્તિદીઠ અઢી વૃક્ષો છે. આગામી વર્ષે હજુ બીજા વૃક્ષો વાવવાનું આયોજન છે.


વૃક્ષો મોટા થયા તેમાં પક્ષીઓનો કિલકિલાટ પણ શરૂ થયો. પક્ષીઓએ આ વૃક્ષો પર માળા બનાવવા પણ માંડ્યા.

પક્ષીઓએ તેમનાં ઘર મળ્યાં. માળા બાંધવાનું શરૂ કર્યું


ભરતભાઇ ચૌહાણે કહ્યું કે,“અમારા ગામમાં એમ કહી શકાય કે, એ વ્યક્તિદીઠ અઢી વૃક્ષો છે. આગામી વર્ષે હજુ બીજા વૃક્ષો વાવવાનું આયોજન છે. અમે ઇચ્છીએ કે, ગામે ગામ લોકો આ રીતે વૃક્ષો વાવે અને નાના-નાના જંગલો ઉભા કરે,”.
First published:

Tags: Environment Day, Green cover

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો