Home /News /kutchh-saurastra /

13 વર્ષ પહેલા અમદાવાદમાં પણ થયો હતો 'લઠ્ઠાકાંડ,' 123 લોકોના થયા હતા મોત

13 વર્ષ પહેલા અમદાવાદમાં પણ થયો હતો 'લઠ્ઠાકાંડ,' 123 લોકોના થયા હતા મોત

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad news : અમદાવાદના લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકોને આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા હતા.

    અમદાવાદ: ધંધુકા અને બાવળામાં ઝેરી કેમિકલવાળો દારૂ પીવાને કારણે અત્યારસુધીમાં 27 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 40 જેટલા લોકો હાલ સારવાર હેઠળ છે. આ પહેલા પણ ગુજરાતમાં લોકો લઠ્ઠાકાંડનો ભોગ બની ચૂક્યા છે. અમદાવાદમાં 6 જુલાઇ 2009ના રોજ લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નીપજ્યા હતા. આ સાથે સુરતમાં પણ લઠ્ઠાકાંડ સર્જાયો હતો જેમા 24 લોકોના મોત થયા હતા. આ છતાંપણ આવા લોકોના ભોગ લેનારા ઝેરી દારૂનો વેપલો હજી બંધ થવાનું નામ નથી લઇ રહ્યો.

    અમદાવાદના લઠ્ઠાકાંડમાં 123 લોકોના મોત

    અમદાવાદમાં વર્ષ 2009ના 6 જુલાઇના રોજ ઓઢવ, કાગડાપીઠ અને બાપુનગરમાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં 123 લોકોના મોત નિપજ્યા હતા અને 200 લોકોને આંખો ગુમાવવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા હતા. આ કેસમાં 10 વર્ષ બાદ આપેલા ચૂકાદામાં 3 આરોપીને 10 વર્ષની જેલની સજા અને 50 હજાર રુપિયાનો દંડ થયો હતો. ત્રણ મહિલા આરોપીને 3.5 વર્ષની જેલની સજા અને 2500 રૂપિયાના દંડની સજા ફટકારી હતી. ઘટનામાં મુખ્ય આરોપી બુટલેગર વિનોદ ડગરી, રવિન્દ્ર પવાર સહિત 33 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ હતી અને કેમિકલ આપનારા જયેશ ઠક્કર અને દાદુ છારા પણ આ કેસમાં આરોપી હતા.

    કેમિકલમાં દારૂ નહીં પાણી ઉમેરવામાં આવ્યું હતુ: ડીજીપી આશિષ ભાટિયા

    સુરતના લઠ્ઠાકાંડમાં 24 લોકોના મોત

    આવો જ એક કાંડ સુરતમાં પણ થયો હતો. સુરતના લિંબાયત, પુણા, કાપોદ્રા અને વરેલીમાં લટ્ઠાકાંડ થયો હતો. જેમાં આશરે 24 લોકોના મોત થતાં પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવીને બુટલેગરો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી.

    બોટાદનો કથિત લઠ્ઠાકાંડ

    નોંધનીય છે કે, સોમવારે બોટાદના બરવાળાના રોજિદ ગામ તથા ધંધુકાના ગામોમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 28 લોકોનાં મોત નીપજ્યા છે. તેમજ અન્ય 40થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. ત્યારે મોડી રાતે દારૂ બનાવનારને કેમિકલ આપનાર મુખ્ય આરોપી જયેશ ખાવડિયાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પીપલજ પાસેથી ફેક્ટરીમાંથી મિથેનોલ સપ્લાય કરવામાં આવતું હતું. આ ઉપરાંત દારૂ બનાવનાર આરોપીનો સ્વજન જ કેમિકલ સપ્લાય કરતો હતો. ગુજરાત પોલીસે આ અંગે મોટો દાવો કર્યો છે. ગુજરાત પોલીસના જણાવ્યા પ્રમાણે, આ લઠ્ઠાકાંડના મૃતકોએ દારૂ નહીં પરંતુ સીધું કેમિકલ જ પીધું હતુ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, બોટાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन