Home /News /kutchh-saurastra /

બોટાદ પોલીસની સરાહનીય કામગીરી, કેમિકલકાંડમા પિતાની છત્રછાયા ગુમાવનાર ચાર બાળકોને દત્તક લીધા

બોટાદ પોલીસની સરાહનીય કામગીરી, કેમિકલકાંડમા પિતાની છત્રછાયા ગુમાવનાર ચાર બાળકોને દત્તક લીધા

કેમિકલકાંડમાં ચાર બાળકો અનાથ થયા

Gujarat Hooch Tragedy: કેમિકલકાંડ બાદ બોટાદ જિલ્લા પોલીસ કરણરાજ વાઘેલા સહિતનો કાફલો દેવગણા ગામ ખાતે પહોંચ્યો હતો. પોલીસે ગામના લોકો સાથે વાતચીત કરી હતી.

    બોટાદ: બોટાદના કેમિકલકાંડા અને પરિવારોના આધારસ્તંભ છીનવી લીધા છે. એક પરિવારમાં બે બે મોત થયાના પણ દાખલા છે. બુધવાર બપોર સુધી કેમિકલકાંડમાં 40થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બરવાળા તાલુકાના અનેક ઘરોમાં સન્નાટો છવાય છે. બરવાળા તાલુકાના દેવગણા ગામ (Devgana village) ખાતે 40 વર્ષીય કનુભાઈ સેખલિયાનું કેમિકલકાંડમાં મોત થયું છે. તેમના મોત સાથે તેમના ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કનુભાઈની પત્ની સાથે ન હોય, તેમનું પણ કેમિકલકાંડમાં મોત થતા ચાર બાળકો નોધારા બન્યા હતા.

    પોલીસે બાળકોને દત્તક લીધા


    કેમિકલકાંડ બાદ બોટાદ જિલ્લા પોલીસ કરણરાજ વાઘેલા (Karanraj Vaghela) સહિતનો કાફલો દેવગણા ગામ ખાતે પહોંચ્યો હતો. પોલીસે ગામના લોકો સાથે વાતચીત કરી હતી. એટલું જ નહીં, પોલીસે અનાથ કનુભાઈના મોત બાદ અનાથ બનેલા ચારેય બાળકોને દત્તક લીધા હતા. પોલીસે જાહેરાત કરી છે કે ચારેય બાળકોના અભ્યાસ સહિતની જવાબદારી બોટાદ પોલીસ ઉઠાવશે. કનુભાઈના મોત બાદ ચારેય બાળકો તેમના મોટાભાઈ સાથે રહે છે.


    જિલ્લા પોલીસ વડાની અપીલ


    બીજી તરફ બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાએ લોકોને અપીલ કરી છે કે જે કોઈ લોકોને ઉલટી થવી, અંધારા આવવા કે ચક્કર આવવાની ફરિયાદ હોય તેઓ સામે આવે. પોલીસે જાહેરાત કરી છે કે ઝેરી કેમિકલ પીધા બાદ કોઈને લક્ષણો ન દેખાય હોય તો તેવા લોકો પણ સામે આવે. પોલીસ તેમની મદદ કરીને સારવાર કરાવશે.


    ગામો બહાર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી


    પોલીસે જણાવ્યું હતું કે, બોટાદના બરવાળા અને રાણપુરમાં લોકોને વધારે અસર પહોંચી છે. હાલ પોલીસની પાંચ ટીમ બરવાળા અને પાંચ ટીમ રાણપુરમાં કામ કરી રહી છે. એટલું જ નહીં, પોલીસે તમામ ગામડાઓની બહાર એક એમ્બ્યુલન્સ મૂકી છે, જેથી ઇમરજન્સીની સ્થિતિમાં જે તે વ્યક્તિને સારવાર માટે ખસેડી શકાય. આ સાથે જ પોલીસે અપીલ કરી છે કે જે કોઈ વ્યક્તિ બે કે ત્રણ દિવસથી નોકરી કે કામે ન આવતી હોય તે તેની જાણ પણ પોલીસને કરે. જેથી જો તે વ્યક્તિને ઝેરી કેમિકલ પીવાથી અસર થઈ હોય તો સારવાર માટે ખસેડી શકાય.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Botad, દારૂ, પોલીસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन