પાટીદારો પર અત્યાચાર કરનારી ભાજપ સરકારનું સુંવાળુ ઉતાર્યુંઃમુંડન બાદ હાર્દિક બોલ્યો

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 2:40 PM IST
પાટીદારો પર અત્યાચાર કરનારી ભાજપ સરકારનું સુંવાળુ ઉતાર્યુંઃમુંડન બાદ હાર્દિક બોલ્યો
અનામતની માંગ સાથે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં અનામત આંદોલન ચાલી રહ્યું છે. બોટાદના લાઠીદડ ગામે પાટીદાર સમાજ પર થયેલ અન્યાય અને અત્યાચારના વિરોધમાં હાર્દિક પટેલ સહિતના ૫૧ યુવાનોએ મુંડન કરાવ્યું અને લાઠીદડ ગામેથી ન્યાય યાત્રા નો પ્રારંભ કર્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 21, 2017, 2:40 PM IST
અનામતની માંગ સાથે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં અનામત આંદોલન ચાલી રહ્યું છે. બોટાદના લાઠીદડ ગામે પાટીદાર સમાજ પર થયેલ અન્યાય અને અત્યાચારના વિરોધમાં હાર્દિક પટેલ સહિતના ૫૧ યુવાનોએ મુંડન કરાવ્યું અને લાઠીદડ ગામેથી ન્યાય યાત્રા નો પ્રારંભ કર્યો હતો.

hardik mudan2

મુંડન મામલે હાર્દિકે જણાવ્યું હતું કે, અમે ટકા નથી કરાવ્યા પરંતુ સરકારના સુંવાળા ઉતાર્યા છે તેમજ સરકાર દ્વારા થઈ રહેલ તાનાશાહી, અત્યાચાર તેમજ પાટીદારો ને માર માર્યો તેની સામે આજે ૫૧ પાટીદારોએ મુંડન કરાવ્યું છે અને તમામ સમાજના પ્રશ્નો માટે અમે ન્યાય યાત્રા કાઢી છે. તેમજ આવનારા દિવસોમાં ગામે ગામ લોકો વચ્ચે જઈ આ સરકારની નીતી બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે. ભાજપ પક્ષ એવો છે જે મુંબઈ મા બોમ્બ બ્લાસ્ટ થયા તે દાઉદ ભાજપમાં જોડાઈ જાય તો તે કહે તેમ છે કે આ લોકોના ડેન્ગ્યુ થી મોત થયા છે તેમ હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું હતું

બોટાદ ના લાઠીદડ ગામે પાટીદાર સમાજ પર છેલ્લા બે વર્ષથી થઈ રહેલ અત્યાચાર અને અન્યાય ની વિરોધ મા ગુજરાત પાસના હાર્દિક પટેલ, વરૂણ પટેલ, દિનેશ બાભણીયા, દિલીપ સાબવા,અતુલ પટેલ સહિતના ૫૧ યુવાનોએ મુંડન કરી સરકારનો વિરોધ કર્યો હતો જયારે ૧૦ કલાકે લાઠીદડ ગામેથી ન્યાય યાત્રા પરસથાન થઈ હતી.

આ યાત્રામાં વિશાળ સંખ્યામાં પાટીદારો યુવાનો જોડાયા છે અને ૧૦૦ જેટલા વાહનોનો કાફલા સાથે ન્યાય યાત્રા કારીયાણી, નિગાળા, ઉગામેડી, ખોપાળા થઈ ભાવનગરના દડવા ગામે પહોંચી રાદલ માતાજીના મંદિરે દર્શન કરી ભાવનગર તરફ રવાના થશે અને ૪ કલાકે ભાવનગરમાં રોડશો કરી રાત્રે વિશાળ જાહેર સભા યોજાશે .

First published: May 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर