પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની આગેવાની હેઠળ આગામી 30મી ડિસેમ્બરે બોટાદમાં ચિંતન શિબિરનું આયોજન કરાયુ છે. આ શિબિરમાં પાસની નવી કોર કમિટીની રચના થશે જેમા હાલના 9 સભ્યોની સમિતિને બદલે સભ્ય સંખ્યા વધારી 21 કે 31 કરાશે. પાસમાં હવે જિલ્લા અને તાલુકા સ્તરની કમિટીની રચના કરાશે. સુરત અને મહેસાણા જેવા શહેરી વિસ્તારમાં આંદોલનને વધુ વેગ આપવા માટે ખાસ ભાર મુકવામાં આવશે. પાટીદાર પ્રભાવિત ગામડાઓની શુભેચ્છા મુલાકાત પણ કરવામાં આવશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલની આગેવાની હેઠળ આગામી ૩૦ ડિસેમ્બરે બોટાદમાં ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. આ ચિંતન શિબિરમાં પાસની નવી કોર કમિટીની રચના કરાશે કે જેમાં હાલના નવ સભ્યોનાં માળખાના બદલે સભ્યસંખ્યા વધારીને ર૧ કે ૩૧ કરાશે.
પાસના ગુજરાતના સંગઠન પ્રભારી દિલીપ સાબવા કહે છે, પાસની કોર ટીમના નવ સભ્યો પૈકી લલિત વસોયા અને કિરીટ પટેલ ધારાસભ્યપદે ચૂંટાયા છે. જ્યારે દિનેશ બાંભણિયાએ રાજીનામું આપ્યું છે અને વરુણ પટેલ તેમજ રેશમા પટેલ ભાજપમાં જોડાયાં હોઇ બોટાદની ચિંતન શિબિરમાં નવી કોર કમિટીનું ગઠન કરાશે. દિનેશ બાંભણિયાનો કોર કમિટીમાં સમાવેશ કરવો કે કેમ તે અંગે પાસના આશરે ૧પ૦૦ કન્વીનરો અને હોદ્દેદારો ઠરાવ પસાર કરીને નિર્ણય કરશે.
પાસમાં હવે પછી જિલ્લા અને તાલુકા સ્તરની કમિટીનું ગઠન કરાશે. જેમાં ૧૧ કે ર૧ સભ્યોનો સમાવેશ થશે. જોકે જે તે કમિટીનાં મુખ્ય હોદ્દેદારને પ્રમુખ જેવું નામ આપવાના બદલે સમાજ અગ્રણી જેવો હોદ્દો અપાશે. સુરત અને મહેસાણા જેવા શહેરી વિસ્તારમાં આ આંદોલનને વધુ વેગ આપવા માટે ખાસ ભાર મુકાશે. પાટીદાર પ્રભાવિત ગામડાંઓની શુભેચ્છા મુલાકાત લેવાશે.
તેમ જણાવતાં દિલીપ સાબવાએ વધુમાં ઉમેર્યું હતું કે, હાર્દિક પટેલના જેલવાસના ૧૦ દિવસ પછી બોટાદમાં ચિંતન શિબિર યોજાઇ હતી, અને હવે ફરીથી બોટાદમાં ચિંતન શિબિરનું આયોજન કરાશે. સવારના ૮ થી પ વાગ્યા સુધી આ શિબિર યોજાશે અને શિબિરના આયોજન પહેલાં સાળંગપુર હનુમાનનાં દર્શન કરાશે. જો હાર્દિકને જેલમાં પુરાશે તો જિલ્લે જિલ્લે આંદોલન થશે તેવી ચીમકી પણ તેમણે આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર