Gujarat monsoon 2022: ગઢડાના બે ગામમાં પવન સાથે વરસાદ પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં વહેલા ચોમાસાની કોઈ શક્યતા લાગી રહી નથી.
બોટાદ: કેરળમાં 29મી મેના રોજ ચોમાસું (Monsoon 2022) બેસી ગયું છે. તેની સાથે જ ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાતો ગુજરાતમાં વરસાદ (Rain in Gujarat)ને લઈને વિવિધ શક્યતાઓ વ્યક્તિ કરી રહ્યા છે. આ દરમિયાન અમુક જગ્યા પર પ્રી-મોન્સૂન એક્ટિવિટી (Pre-Monsoon activity) પણ થતી જોવા મળી રહી છે. આ જ કડીમાં આજે બોટાદ જિલ્લાના કેટલાભ ભાગોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગઢડાના ઇતરિયા, લીંબાલી ગામમાં વરસાદી ઝાપટું પડ્યું છે.
બંને ગામમાં પવન સાથે વરસાદ પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં વહેલા ચોમાસાની કોઈ શક્યતા લાગી રહી નથી. આ ઉપરાંત હજુ બે દિવસ સુધી ગરમીથી પણ રાહત મળવાના કોઈ સંકેત નથી. હવામાન વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યુ હતુ કે, ચોમાસું હાલ કર્ણાટકના 25 ટકા વિસ્તારમાં પહોંચી ગયું છે. અડધા તમિલનાડુમાં પણ ચોમાસું બેસી ગયું છે. આગામી બે ત્રણ દિવસમાં ચોમાસું વધારે આગળ વધશે.
ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે.
કેરળમાં આ વર્ષે 29મી મેના રોજ નૈઋત્યના ચોમાસા (Monsoon 2022)નું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ (Kerla Rain) બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે (Meteorological department) દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. દર વર્ષની ધારણ પ્રમાણે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ વરસાદનું આગમન થઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
ગુજરાતમાં ચોમાસું વહેલું બેસવાના હાલ કોઈ સંકેતો નથી
અંબાલાલના કહેવા પ્રમાણે લા નીનો ન્યુટલમાં સારો વરસાદ રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 40 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન છે. દક્ષિણ વિસ્તારમાં 80થી 100 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં 30 ઇંચથી વધારે વરસાદ, તો મધ્ય ગુજરાતના ભાગોમાં 32 ઇંચ જેટલો વરસાદ થવાનું અનુમાન છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના વરસાદના ડેટા તપાસીએ તો પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે બે વર્ષ સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.
વર્ષ
વર્ષ
સરેરાશ વરસાદ
2017
35.77
112.18%
2018
25.1
76.73%
2019
46.95
146.17%
2020
44.77
136.85%
2021
32.56
98.48%
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર