Home /News /kutchh-saurastra /

કેમિકલ પદાર્થ પીવાને કારણે જ 28 લોકોના મોત થયા છે, કેમિકલમાં દારૂ નહીં પાણી ઉમેરવામાં આવ્યું હતુ: ડીજીપી આશિષ ભાટિયા

કેમિકલ પદાર્થ પીવાને કારણે જ 28 લોકોના મોત થયા છે, કેમિકલમાં દારૂ નહીં પાણી ઉમેરવામાં આવ્યું હતુ: ડીજીપી આશિષ ભાટિયા

ડીજીપી આશિષ ભાટિયા

Gujarat latest news: ડીજીપીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ કેમિકલમાં ફક્ત પાણી જ મેળવવામાં આવ્યું હતુ. દારૂમાં આ મિક્સ કરવામાં આવ્યું ન હતુ.

    Gujarat Hooch Tragedy update - ગાંધીનગર: ધંધુકા અને બાવળામાં ઝેરી કેમિકલવાળો દારૂ પીવાને કારણે અત્યારસુધીમાં 28 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. ત્યારે આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia) પ્રેસકોન્ફરન્સ કરીને મીડિયાને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમણે આ અંગે જણાવ્યુ કે, કેમિકલ પદાર્થ પીધા બાદ 28 લોકોના મોત થયા છે. આ કેમિકલને દારૂમાં નહીં પરંતુ પાણીમાં જ 98 ટકા જેટલો મિથાઇલ કેમિકલ (methyl chemical) મેળવવામાં આવ્યું છે.

    મીડિયા સાથેની વાતચીતમાં DGP આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, કેમિકલ પદાર્થ પીવાની અસર લોકો પર થઇ છે તેવી માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, બોટાદ જિલ્લાનાં કેટલાક ગામડા, ખાસ કરીને રોજિદા અને ચોકડી ગામમાં કેટલાક લોકોએ કેમિકલ પદાર્થ પીધો છે અને તેની અસર થઇ છે. જેથી બોટાદ એસપી તથા આજી પણ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા.

    આ પણ વાંચો : કથિત લઠ્ઠાકાંડમાં FSL રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

    24 કલાકની અંદર જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે એફઆઇઆર પર નોંધવામાં આવી છે. મિથાઇલ કેમિકલનો 460 લિટરનો જથ્થો પણ કબજે કરાયો છે. આના એફએલએલના રિપોર્ટમાં આવ્યું છે કે, કેમિકલ છે તેમાં 99 ટકા મિથાઇલ આલ્કોહોલ છે.



    તેમણે વધુમાં જણાવ્યુ કે, આ કેસમાં જયેશ ઉર્ફે રાજુ અસલાલી વિસ્તારમાં કામ કરે છે અને ત્યાં રહે છે. અમોસ નામની કંપનીના ગોડાઉનમાં મિથાઇલ આલ્કોહોલનો જથ્થો રાખવામાં આવે છે. ફેનાર્ક કંપની માટે અમોસ કંપની જોબ વર્ક કરે છે. જયેશે ફોઇનો છોકરો સંજયને 600 લીટર આ કેમિકલ આપ્યું હતુ. જે બાદ તેણે પિન્ટુ સહિત વિવિધ વ્યક્તિઓને થોડું થોડું કેમિકલ પણ આપ્યું હતુ. આ કેમિકલ પીધા બાદ બોટાદ જિલ્લા 22 લોકો અમદાવાજદ જિલ્લાના 6 લોકોના મોત થયા છે. અસરગ્રસ્તો ભાવનગર અને અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. 13 જેટલા આરોપીઓના નામ દાખલ છે, તેમાથી મોટાભાગના લોકોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ ચાલી રહી છે.



    ડીજીપીએ વધુમાં જણાવ્યુ હતુ કે, આ કેમિકલમાં ફક્ત પાણી જ મેળવવામાં આવ્યું હતુ. દારૂમાં આ મિક્સ કરવામાં આવ્યું ન હતુ. જયેશે પહેલીવાર જ 600 લીટર કેમિકલ ચોરીને સપ્લાઇ કર્યુ હતુ. જયેશે આ માટે 40 હજાર રુપિયા લીધા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગાંધીનગર, ગુજરાત, બોટાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन