Home /News /kutchh-saurastra /Botad Tragedy Update: બોટાદ કેમિકલ કાંડમાં મોતનો આંકડો 36 પર પહોંચ્યો, હવે માતમ પર રાજનીતિ શરૂ
Botad Tragedy Update: બોટાદ કેમિકલ કાંડમાં મોતનો આંકડો 36 પર પહોંચ્યો, હવે માતમ પર રાજનીતિ શરૂ
ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
હવે બોટાદ લઠ્ઠાકાંડ મામલે હવે રાજ્યમાં રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તો બીજી તરફ રાજ્ય સરકારે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
બોટાદ (Botad) ધંધુકા અને બરવાળામાં ઝેરી કેમિકલવાળો દારૂ (Poisonous Liquor) પીવાને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ગઇકાલે રાત્રે જ્યાં 18 લોકોના મોત થયા હતા ત્યાં જ આ આંકડો આજે ડબલ થઇ ગયો છે એટલે કે, રોજિંદ ગામે ઝેરી કેમિકલવાળો દારૂ પાનાર લોકોના મોતનો આંકડો 36 પર પહોંચી ગયો છે. જ્યારે 30થી વધુ લોકો હાલ સારવાર હેઠળ છે. જેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાની પણ જાણકારી સામે આવી રહી છે અને ત્યાં જ હજુ પણ મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ છે.
આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatia) પ્રેસકોન્ફરન્સ કરીને મીડિયાને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. તેમણે આ અંગે જણાવ્યુ કે, કેમિકલ પદાર્થ પીધા બાદ 28 લોકોના મોત થયા છે. આ કેમિકલને દારૂમાં નહીં પરંતુ પાણીમાં જ 98 ટકા જેટલો મિથાઇલ કેમિકલ (methyl chemical) મેળવવામાં આવ્યું છે.
મીડિયા સાથેની વાતચીતમાં DGP આશિષ ભાટિયાએ જણાવ્યુ હતુ કે, કેમિકલ પદાર્થ પીવાની અસર લોકો પર થઇ છે તેવી માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, બોટાદ જિલ્લાનાં કેટલાક ગામડા, ખાસ કરીને રોજિદા અને ચોકડી ગામમાં કેટલાક લોકોએ કેમિકલ પદાર્થ પીધો છે અને તેની અસર થઇ છે. જેથી બોટાદ એસપી તથા આજી પણ ત્યાં તપાસ કરવા પહોંચ્યા હતા.
ત્યાં જ બોટમાં બનેલી ઘટનાના પગલે નશાબંધીના ડાયરેકટર એસ.પી. સનધવી બરવાળા પહોંચ્યા છે અને પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક કલાકથી તપાસ સમીતીની બંધ બારણે મિટિંગ ચાલી રહી છે. જેમાં એસઆઈટીના વડા સહિતના અધિકારીઓ મિટિંગ કરી રહ્યા છે.
ત્યાં જ હવે બોટાદ લઠ્ઠાકાંડ મામલે હવે રાજ્યમાં રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ગુજરાત પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તો બીજી તરફ રાજ્ય સરકારે પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ પણ રોજિંદ ગામે પહોંચ્યા છે અને સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે.
ગુજરાતમાં કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ એકદમ એક્ટિવ થઈ ગઈ છે, એટલું જ નહીં ગઈકાલે લઠ્ઠાકાંડની ઘટના બની તે જ સમયે આપના સુપ્રીમો કેજરીવાલ પણ ગુજરાતમાં હતા અને સૌથી પહેલા કેજરીવાલે જ ટ્વીટ કરી સરકાર સામે સવાલો ઉઠાવતા ભાજપ સરકાર ભીંસમાં આવી ગઈ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર