Home /News /kutchh-saurastra /Gujarat election 2022: એક સમયે નરેન્દ્ર મોદીની નજીક ગણાતા સૌરભ પટેલને કેમ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા?
Gujarat election 2022: એક સમયે નરેન્દ્ર મોદીની નજીક ગણાતા સૌરભ પટેલને કેમ હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા?
Saurabh Patel Profile : હાલમાં સૌરભ પટેલ બોટાદના ધારાસભ્ય છે. સૌરભ પટેલ ગુજરાત સરકારમાં 14 વર્ષ સુધી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી રહી ચૂક્યા છે. આ પહેલાં તેઓ નાણામંત્રાલય, પેટ્રોકેમિકલ્સ અને ઉદ્યોગ સહિત ઘણા મહત્વનાં મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
Saurabh Patel Profile : હાલમાં સૌરભ પટેલ બોટાદના ધારાસભ્ય છે. સૌરભ પટેલ ગુજરાત સરકારમાં 14 વર્ષ સુધી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી રહી ચૂક્યા છે. આ પહેલાં તેઓ નાણામંત્રાલય, પેટ્રોકેમિકલ્સ અને ઉદ્યોગ સહિત ઘણા મહત્વનાં મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Assembly election 2022) તડામાર તૈયારીઓ વચ્ચે સૌ કોઈ ચૂંટણીની જાહેરાતની રાહ જોઇ રહ્યા છે. રાજ્યમાં 3 દિગ્ગજ પાર્ટીઓ વચ્ચે રસાકસી ભર્યો માહોલ જામી રહ્યો છે. તમામ પક્ષના નેતાઓએ મતદારોને આકર્ષવા પોતાની એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.
જનતાના પ્રશ્નોનું નિવારણ લાવવા અને પ્રદેશના વિકાસ માટે નેતાઓની કામગીરીનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. ઘણા નેતાઓ એવા છે જેમને પક્ષે પડતા મૂકી દીધા છે, બીજા અર્થમાં કહીએ તો સાઇડલાઇન કરી દીધા હોય તેવા ચિત્રો ઉજાગર બની રહ્યા છે. આજે અહીં તમને બોટાદના ધારાસભ્ય અને પૂર્વ ઊર્જા મંત્રી સૌરભ પટેલ વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જેમને ક્યાંકને ક્યાંક પક્ષે ધક્કો મારી દીધો હોય તેવા દ્રશ્યો ઉપજી રહ્યા છે.
કોણ છે સૌરભ પટેલ (Who is Saurabh Patel?)
ગુજરાતમાં બીજેપી સરકારમાં મંત્રી સૌરભ પટેલ રાજ્યનાં લોકપ્રિય નેતાઓમાંથી એક છે. બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલનો જન્મ 28 ઓગસ્ટ 1958ના રોજ થયો હતો. સૌરભ પટેલ અંબાણી પરિવારના જમાઈ છે, તેમના પત્નીનું નામ ઈલા અંબાણી છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ઈલા અંબાણીના પિતરાઈ ભાઈ છે.
સૌરભ પટેલ દિવંગત ધીરૂભાઈ અંબાણીના મોટા ભાઈ રમણીકભાઈ અંબાણીના જમાઈ છે. 1924માં જૂનાગઢમાં જન્મેલાં રમણિકભાઈ અંબાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ હતુ. ઈલા અંબાણી સિવાય તેમને વધુ બે પુત્રીઓ છે, નીતા અને મીના. રમણિકભાઈ 90 વર્ષની ઉંમર સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સનો હિસ્સો હતા, પરંતુ 2014માં તેઓ હટી ગયા હતા.
સૌરભ પટેલ પાટીદાર સમુદાયમાંથી આવે છે, પરંતુ તેમના પૂર્વજોના કાર્યને કારણે તેમનું ઉપનામ દલાલ છે. જેમને અંબાણી પરિવારના પટેલ તરીકે ઓળખવામાં આવે છે. સૌરભ પટલની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 1979માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમ કર્યું હતું. વર્ષ 1982માં ફિલાડેલ્ફિયા કોલેજ ઓફ ટેક્ષટાઈલ એન્ડ સાયન્સ અમેરિકામાંથી MBA કર્યું હતું.
વર્ષ 2017માં રજૂ કરેલ એફિડેવિટ અનુસાર, સૌરભ પટેલની વાર્ષિક આવક રૂ. 1,06,57,644 છે. તેમના પત્ની ઈલા પટેલની વાર્ષિક આવક રૂ. 1,39,37,220 છે. સૌરભ પટેલ પાસે રોકડ, બેન્ક થાપણ, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચર, વીમા પોલિસી, કંપની, દાગીના સહિતની કુલ રૂ. 22,07,68,243ની મિલકત ધરાવે છે. જેમાં હાથ પર રૂ. 2,75,000 રોકડ છે, બેન્ક થાપણ રૂ. 2,31,90,083, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચર રૂ. 11,75,08,877, વીમા પોલિસી રૂ. 86,69,794, દેવાદાર પાસેથી મળવાપાત્ર રકમ રૂ. 6,13,24,489 અને 98,00,000ની કિંમતના 198 ગ્રામ સોના અને 75 કેરેટ હીરાના દાગીના છે.
તેમના પત્ની ઈલા પટેલ પાસે રોકડ, બેન્ક થાપણ, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચર, વીમા પોલિસી, કંપની, વાહ, દાગીના સહિતની કુલ રૂ. 45,80,17,626ની મિલકત ધરાવે છે. જેમાં હાથ પર રૂ. 50,000 રોકડ છે, બેન્ક થાપણ રૂ. 19,51,599, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ અને ડિબેન્ચર રૂ. 40,75,34,494, વીમા પોલિસી રૂ. 58,65,364, દેવાદાર પાસેથી મળવાપાત્ર રકમ રૂ. 24,95,986 અને 4,01,20,583ની કિંમતના 9,564 ગ્રામ સોના અને 694 કેરેટ હીરાના દાગીના છે.
સૌરભ પટેલ પાસે કૃષિ વિષયક જમીન, બિન કૃષિ વિષયક જમીન, રહેણાંક મકાન અને પ્લોટ સહિત કુલ રૂ. 40,97,00,000ની સંપત્તિ છે. તેમના પત્ની ઈલા પટેલ પાસે કૃષિ વિષયક જમીન, બિન કૃષિ વિષયક જમીન, રહેણાંક મકાન અને પ્લોટ સહિત કુલ રૂ. 14,94,00,000ની સંપત્તિ છે.
સૌરભ પટેલનું રાજકીય કદ ઓછું થયું (Saurabh Patel's political stature decreased)
હાલમાં સૌરભ પટેલ બોટાદના ધારાસભ્ય છે. સૌરભ પટેલ ગુજરાત સરકારમાં 14 વર્ષ સુધી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી રહી ચૂક્યા છે. આ પહેલાં તેઓ નાણામંત્રાલય, પેટ્રોકેમિકલ્સ અને ઉદ્યોગ સહિત ઘણા મહત્વનાં મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂક્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત કાર્યક્રમની સફળતામાં પણ સૌરભ પટેલનું યોગદાન માનવામાં આવે છે. એક સમય એવો હતો, જ્યારે નરેન્દ્ર મોદી બાદ સૌરભ પટેલને ગુજરાતનાં મુખ્યમંત્રી પદનાં દાવેદાર માનવામાં આવતા હતા.
ગુજરાત સરકારમાં એક સમયે ભાજપના પ્રવક્તા મંત્રી અને જેમનો પડ્યો બોલ ઝિલાતો હતો તેવા સૌરભ પટેલ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં કદ પ્રમાણે વેતરાયા છે. સૌરભ પટેલનું રાજકીય કદ ઘટ્યું છે, ભાજપના હાઇકમાન્ડે તેમને કદ પ્રમાણે વેતરી નાંખ્યા છે. અગાઉની સરકારોમાં સૌરભ પટેલને સરકારે પ્રવક્તા મંત્રીઓ બનાવ્યા હતા. સૌરભ પટેલે રૂપાણી સરકારના ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી તરીકે કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી માટે જે નામો ચાલતા હતા તેમાં અમિત શાહ, આનંદીબહેન પટેલ પછી સૌરભ પટેલનું નામ હતું, પરંતુ તેઓ મુખ્યમંત્રી બની શક્યા ન હતા. એ પછી જ્યારે વિધાનસભાની ચૂંટણી પછી મંત્રી બન્યા ત્યારે સૌરભ પટેલને પહેલાં ફાઈનાન્સ ખાતુ આપવામાં આવ્યું હતું, પરંતુ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે નારાજગી વ્યક્ત કરતાં તેમની પાસેથી નાણા ખાતું છીનવી લેવામાં આવ્યું હતું અને નિતીન પટેલને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રૂપાણી સરકારમાં તેમને ઉર્જા વિભાગનો હવાલો આપવામાં આવ્યો હતો.
સૌરભ પટેલ જે સમયે ઊર્જા મંત્રી હતા તે સમયે તેમની પાંખો કાપી નાંખવામાં આવી હતી. સૌરભ પટેલને નામ માત્ર ઉપસ્થિત રાખવામાં આવતા હતા. એક સમય હતો જ્યારે સૌરભ પટેલની ચેમ્બરમાં રાજ્યભરના અને વિદેશોના ઉદ્યોગપતિઓ લાઇન લગાવતા હતા.
સૌરભ પટેલ અને વિવાદ (Saurabh Patel and the controversy)
કોરોનામાં બોટાદમાં પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલે પણ ક્રિકેટને પ્રોત્સાહન આપવાના બહાને ભીડ ભેગી કરી રાજકીય શક્તિ પ્રદર્શનનું ત્રાગુ રચ્યુ હતું. સૌરભ પટેલે જ ફેસબુક પર વિડીયો વાયરલ કર્યો હતો. આ જોતાં લોકોમાં એવી સામાન્ય સમજ પ્રવર્તી રહી છે કે, સામાન્ય જનતા માટે જ નિયમો અમલમાં છે. ભાજપના નેતા અને કાર્યકરોને કોઇ નિયમો લાગુ પડતાં નથી.
25 દિવસ સુધી ક્રિકેટ મેચ યોજવામાં આવી હતી અને હજારોની મેદની એકત્ર કરવામાં આવી હતી. માસ્ક સોશિયલ ડિસ્ટન્સના નિયમો નેવે મૂકી લોકોએ ફાઇનલ મેચનો આનંદ માણ્યો હતો. ખુદ પૂર્વ ઉર્જા મંત્રી સૌરભ પટેલે બોટાદમાં યોજાયેલી નાઇટ ટુર્નામેન્ટની ફાઇમલ મેચ વખતે હજારોની મેદની એકઠી થયેલો વિડીયો ફેસબુક પર શેર કરતા તેઓ વિવાદમાં સપડાયા હતા.