Home /News /kutchh-saurastra /

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી બોટાદ બેઠક, ભાજપની જીતનું ઘટતું માર્જિન કોંગ્રેસને ફાયદો કરાવશે?

Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી બોટાદ બેઠક, ભાજપની જીતનું ઘટતું માર્જિન કોંગ્રેસને ફાયદો કરાવશે?

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી બોટાદ બેઠક પર ભાજપનો દબદબો છે. છેલ્લી પાંચ ટર્મથી ભાજપ અહીં વિજય બને છે. હવે જોવાનું છે કે ચૂંટણી 2022 મહાજંગમાં કોણ વિજયી બને છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી બોટાદ બેઠક પર ભાજપનો દબદબો છે. છેલ્લી પાંચ ટર્મથી ભાજપ અહીં વિજય બને છે. હવે જોવાનું છે કે ચૂંટણી 2022 મહાજંગમાં કોણ વિજયી બને છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) ને હવે ગણતરીના મહિના બાકી છે. આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સાથે ગુજરાતમાં પોતાની રાજકીય જમીન બનાવવા  આમ આદમી પાર્ટી પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.  ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) પોતાની બેઠકો જાળવી રાખવાની સાથે પાતળી માર્જિન ધરાવતી બેઠકો કબજે કરવા પણ પ્રયાસ કરશે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ઘણી બેઠકો પર સાવ પાતળી સરસાઇથી હારી ગઇ હતી.

  ઓછી માર્જિનથી હારેલી સીટો પર કોંગ્રેસ બતાવશે દમ

  સરળ શબ્દોમાં કહીએ તો ગોધરા, ધોળકા, બોટાદ, વિજાપુર, હિંમતનગર, ગારિયાધાર, ઉમરેઠ, રાજકોટ ગ્રામ્ય, ખંભાત અને વાગરા એવી બેઠકો છે જ્યાં કોંગ્રેસ જીતતાં જીતતાં હારી ગઇ હતી.

  જો આવી બેઠકો પર જીત મળી હોત તો કોંગ્રેસ લગભગ સરકાર બનાવી શકી હોત. ગત વખતની ચૂંટણીના પરિણામને ઝીણવટ પૂર્વક જોઇએ તો 10 બેઠક પર ખરાખરીના જંગ બાદ ભાજપે બાજી મારી લીધી હતી.  જ્યારે કોંગ્રેસની આ બેઠકો પર મહેનત ઓછી પડી હતી.

  બોટાદમાં ભાજપના ટોચના નેતા સૌરભ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ કલાઠીયાનો માત્ર 906 મતોથી પરાજય થયો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, 906 મત કરતાં વધુ મત તો નોટામાં પડ્યા હતા. જેથી આગામી સમયમાં કોંગ્રેસ આ બેઠક પર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

  2017 કરતા 2022 વિધાનસભાની ચૂંટણીમાં માહોલ થોડો અલગ જોવા મળી શકે છે. અનામત આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવા નેતા હાર્દિક પટેલ હવે ભાજપમાં છે.

  જેના પરિણામે કદાચ ભાજપને આ વખતે ગત ચૂંટણી જેટલું પાટીદાર ફેક્ટર નડે નહીં તેવું પણ બને. આ ઉપરાંત ભાજપ સરકારે પાટીદાર નેતાઓની ઘણી માંગ સ્વીકારી છે અને તેને અમલમાં પણ મૂકી છે.

  આવી સ્થિતિમાં કોંગ્રેસને 2017ની ચૂંટણી જેવો લાભ નહીં થાય. અલબત્ત કેટલાક સ્થળોએ સરકાર વિરુદ્ધ જુવાળ છે. અનેક સ્થળો વિકાસ કાર્યો માટે ઝંખે છે. આવી બેઠકોનો લાભ કોંગ્રેસ લઈ શકે છે.

  કોંગ્રેસની તૈયરીઓ

  ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે. AICCના સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝા વિવિધ આગેવાનોની મુલાકાત લઈ રહ્યા છે.

  તેમણે સૌરાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો અને સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, મોરબી સહિતના જિલ્લાઓની મુલાકાત લેવાનું આયોજન ઘડી કાઢયું હતું. રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી.

  અહી નોંધનીય છે કે, બોટાદ વિધાનસભા બેઠકની ચૂંટણીએ ભાજપ અને કોંગ્રેસના સમર્થકોને ખડેપગે રાખી દીધા હતા. બોટાદ બે વિધાનસભા ક્ષેત્રમાં વહેંચાયેલું છે.

  બોટાદ તાલુકામાં ભાજપના હેવીવેઇટ સૌરભ પટેલનો કોંગ્રેસના ઉમેદવાર ડી.એમ.કલાઠીયા સામે 906 મતોના માર્જિનથી વિજય થયો હતો. જ્યારે ગઢડા વિધાનસભા ક્ષેત્રમાં કોંગ્રેસ તરફથી પ્રવિણ મારૂએ ભાજપના આત્મારામ પરમારને 9,424 મતોના માર્જિનથી હરાવ્યા હતા.

  બોટાદના મતદાતા

  બોટાદ વિધાનસભા મતવિસ્તાર - બોટાદ વિધાનસભા (107) ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલ છે અને ભાવનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે. 2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, કુલ 356354 વસ્તીમાંથી 63.43% ગ્રામીણ અને 36.57% શહેરી વસ્તી છે.

  અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)નો ગુણોત્તર કુલ વસ્તીમાંથી અનુક્રમે 6.4 અને 0.19 છે. 2019ની મતદાર યાદી મુજબ, આ મતવિસ્તારમાં 268175 મતદારો અને 306 મતદાન મથકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન 59.89% હતું

  જ્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તે 68.3% હતું. બોટાદ નવો જિલ્લો બન્યો તે પહેલાં બોટાદ સહિતના તમામ તાલુકાઓ ભાવનગર જિલ્લામાં આવતા હતા. પરંતુ રાજ્ય સરકારે નવા જિલ્લાઓ બનાવવાની કરેલી જાહેરાત બાદ બોટાદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો અને બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકાઓનો એક નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. જે હાલ બોટાદ જિલ્લા તરીકે ઓળખાય છે. બોટાદ જિલ્લામાં કોળી અને પટેલ સમાજનું વર્ચસ્વ રહ્યું છે.

  સૌરભ પટેલનો દબદબો

  આ બેઠક પર તેના સર્જનથી જ ભાજપનો અને સૌરભ પટેલનો દબદબો છે. સૌરભ પટેલ ભારતના સંપન્ન પરિવાર અંબાણી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે અમેરિકાની જેફરસન યુનિવર્સિટીમાંથી MBA વિથ ફાયનાન્સની ડિગ્રી મેળવી છે. અહીં સતત ભાજપ જીતતું આવ્યું છે.

  ચાર વખત અહીંથી સૌરભ પટેલ જીત્યા છે. 2017માં સૌરભ પટેલને 79,623 વોટ મળ્યા હતા. તો કોંગ્રેસના ડી.એમ. પટેલને 78,717 વોટ મળ્યા હતા. આંકડા પરથી કહી શકાય કે, 2007થી અહીં ભાજપની જીતનું માર્જિન ઘટી રહ્યું છે. જે ભાજપની ઘટતી લોકપ્રિયતા સૂચવે છે. બેઠક સૌરભ પટેલના નામે મળે છે. જેઓ ગુજરાત સરકારમાં નાણાં અને ઉર્જા પ્રધાન રહી ચૂક્યા છે.

  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017સૌરભ પટેલભાજપ
  2012ઠાકરશી મણિયાભાજપ
  2007સૌરભ પટેલભાજપ
  2002સૌરભ પટેલભાજપ
  1998સૌરભ પટેલભાજપ
  1995દલસુખ ગોધણીકોંગ્રસ
  1990દલસુખ ગોધણીજેડી
  1985હાથીભાઈ ખાચરકોંગ્રેસ
  1980હાથીભાઈ ખાચરકોંગ્રેસ
  1975વલ્લભ પટેલએનસીઓ
  1972યુપીસી સિંહજીકોંગ્રેસ
  1967પીજી ગોહેલકોંગ્રેસ
  1962દેવેન્દ્ર દેસાઇકોંગ્રેસ

  ભાજપના વરિષ્ઠ નેતા ગણાતા સૌરભ પટેલ 2017 પહેલા 2007માં પણ ચૂંટાયા હતા. તેઓ 2002માં પણ ચૂંટાઈ ચૂક્યા છે, 2002માં તેમણે ઓધવજી પટેલ સામે જીત મેળવી હતી. આ બેઠક પર તેઓ સૌપ્રથમ 1198માં લડ્યા હતા. ત્યારે પણ તેઓ 9 હજાર જેટલા મતથી જીતી ગયા હતા.

  2012માં બોટાદ બેઠક પરથી પરંતુ નવા સીમાંકનના કારણે તેમને આ બેઠક પર રિપિટ કરવામાં આવ્યા નહોતા. તેમના સ્થાને ભાજપે તે સમયના નવા ચહેરો એવા ડો ટી.ડી.મણિયાને ટિકિટ આપી હતી.

  બીજી તરફ કોંગ્રેસે પણ જસદણ બેઠક પર વર્ચસ્વ ધરાવતાં કુંવરજીભાઈ બાવળિયાને ટિકિટ આપી હતી. આ બેઠકમાં કુંવરજીભાઈનો પરાજય થયો હતો. 76179 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર ટીડી મળ્યા ને સાથે 86184 મત મળ્યા હતા.

  ભાજપમાં ભડકો

  થોડા સમય પહેલા બોટાદ ભાજપમાં ભડકો થયો હતો. બોટાદ જિલ્લા ભાજપમાં તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીના પગલે વિવાદ થયો હતો અને ભાજપ અગ્રણીઓ આમને-સામને આવી ગયા હોવાનુ સામે આવ્યું હતું. બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને બોટાદ જિલ્લા ભાજપના મહામંત્રીએ બોટાદ શહેરના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો હતો.

  વિધાનસભા ચૂંટણી પહેલા બોટાદ બેઠક પર કોંગ્રેસને ઝટકો

  વિધાનસભા ચૂંટણી 2022 પહેલા બોટાદમાં કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગ્યો હતો. ભદ્રાવાડી ગામે 250 કોંગ્રેસ કાર્યકરોએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેશ ધારણ કર્યો હતો. સૌરભ પટેલ હાથે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીનો ખેશ ધારણ કર્યો હતો.
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Botad, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन