બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ અક્ષરપ્રકાશ સ્વામી વિરુદ્ધ ઢસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. ગઢડા ખાતે ગોપીનાથજી સ્કુલના સંચાલક જયદીપભાઈ અણઘણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે સ્વામી અક્ષર પ્રકાશે તેને પોલીસ ફરિયાદ કરવા બદલ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જયદીપ અણઘણે અગાઉ સ્વામીની કરતૂત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવેલી. જેની દાજ રાખી આ ધમકી આપવામાં આવી છે. હાલ તો ઢસા પોલીસે સાધુ અક્ષરપ્રકાશ સ્વામી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .તો બીજી તરફ સાધુ અક્ષરપ્રકાશ સ્વામીએ કહ્યું કે જયદીપભાઈને આર્થિક સહાય માટે રૂપિયા આપેલા અને એ રૂપિયા પરત નહીં આપવા માટે મારી સામે ખોટી ફરિયાદ કરે છે..
ઢસા સ્વામીનારાયણ ગુરુકુળ ના સાધુ અક્ષરપ્રકાશ સ્વામી વિરુધ પોલીસ ફરિયાદ નોધાઈ. ગઢડાના ગોપીનાથજી સ્કુલના સચાલક જયદીપ અણઘણને સ્વામી દ્વારા જાનથી મારી નાખવાની આપી હતી ધમકી. અગાઉ સાધુ અક્ષરપ્રકાશ સ્વામી વિરુધ જાલીનોટ અને વિધાર્થીઓને માર માર્યાની પોલીસ ફરિયાદ નોધાયેલ છે. ઢસા પોલીસે દ્વારા પોલીસ ફરિયાદને લઈ તપાસ હાથ ધરી.
બોટાદ જિલાના ગઢડા તાલુકાના ઢસા ગામે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ અક્ષરપ્રકાશ સ્વામી સતત વિવાદોમાં જોવા મળે છે. ત્યારે ઢસા ગુરુકુળના સાધુ અક્ષરપ્રકાશ સ્વામી વિરુધ ઢસા પોલીસ સ્ટેસન માં ફરિયાદ નોધાયછે .ગઢડા ખાતે ગોપીનાથજી સ્કુલના સચાલક જયદીપભાઈ અણઘણ દ્વારા ઢસા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોધાવી છે કે, ૧૪ જાન્યુઆરીના રોજ જયદીપ અણઘણ અને તેનો ડાઈવર ઢસા ખાતે કામ અર્થે ગયેલ હોય અને પરત આવી રહ્યા હતા ત્યારે સાધુ અક્ષરપ્રકાશ સ્વામીએ જયદીપભાઈની ગાડી રોકાવી કહેલ કે તે આમારા વિરુધ જે અગાઉ પોલીસ ફરિયાદ કરેલ છે અને હવે કોઈ ફરિયાદ કરતો નહી અને જો ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીસ તેવી ધમકી આપેલ. ધમકી આપવાનું કારણ એ છે કે જયદીપ અણઘણ દ્વારા અગાઉ સ્વામીની કરતુત વિરુધ પોલીસ ફરિયાદ નોધાવેલ જેની દાઝ રાખી આ ધમકી આપવામાં આવી છે. હાલ તો ઢસા પોલીસ દ્વારા સાધુ અક્ષરપ્રકાશ સ્વામી વિરુધ ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ સાધુ અક્ષરપ્રકાશ સ્વામી જણાવેલ કે મેં જયદીપભાઈને આર્થીક સહાય માટે રૂપિયા આપેલ અને એ રૂપિયા પરત નહી આપવા માટે મારી સામે ખોટી ફરિયાદ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર