Home /News /kutchh-saurastra /મહિલાના શૌચક્રિયાના CCTVનો વિવાદ : ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન અને કોઠારી સ્વામી સામે FIR નોંધાઈ
મહિલાના શૌચક્રિયાના CCTVનો વિવાદ : ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન અને કોઠારી સ્વામી સામે FIR નોંધાઈ
હરિજીવન સ્વામીએ વીડિયો વાયરલ કર્યાનો આક્ષેપ.
34 વર્ષીય મહિલાનો 23 ઓગસ્ટ 2020ના રોજ રાત્રિના સમયે મહિલા મોટી બા સ્મૃતિ મંદિરમાં હોય તે સમયનો શૌચક્રિયાનો વીડિયો CCTV મારફતે રેકોર્ડીંગ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ.
ગઢડા સ્વામિનારાયણ મંદિર (Gadhada Swaminarayan Temple) ફરી એક વખત વિવાદમાં આવ્યું છે. અહીં એક સાધ્વીનો શૌચક્રિયા કરતો સીસીટીવી (CCTV)વીડિયો વાયરલ (Viral Video) કરવામાં આવ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ આ વીડિયો વાયરલ કર્યો છે. હરિજીવન સ્વામી ઉપરાંત લક્ષ્મીનારાયણ સ્વામી, વિપુલ ભગત સહિતના સંતો પર પણ આરોપ કરવામાં આવ્યો છે. આ મામલે ખૂબ માથાકૂટ થતા આજે ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવનદાસજી (Harijivandasji) અને કોઠારી લક્ષ્મીનારાયણદાસજી (Kothari laxminarayan dasji) સ્વામી સામે ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ (FIR) ફરિયાદ નોંધાઈ છે.
નોંધનીય છે કે ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષની સાંખ્યયોગી બહેનો વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ લક્ષ્મીવાડીમાં આવેલી મોટી બા મંદિરની પૂજા-સેવાને લઈને છે. આરોપ છે કે થોડા દિવસ પહેલા મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ મોટી સંખ્યામાં પોલીસ બોલાવી હતી. જેણે લક્ષ્મીવાડી મંદિરના મુખ્ય દ્વાર બંધ કરી આચાર્ય પક્ષની મહિલાઓને પૂજા-અર્ચના કરતી રોકી હતી. સાધ્વીઓનો આરોપ છે કે આ એક રાજકારણનો ભાગ છે. તેમને બદનામ કરવા માટે આ પ્રકારનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
આ મામલે મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી હતી કે, "આચાર્ય પક્ષના લોકો મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે. મોટી બા મંદિરના સાંખ્યયોગી બહેનોએ તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. મોટી બા મંદિરના પૂજારી બહેન તરફથી અરજી કરીને સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા. અમે તે ફૂટેજ આપ્યા છે. સમગ્ર વિવાદ પાછળ એસ.પી.સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામીની હાથ છે.
રાજકારણ અને સત્તાના કારણે આ ઘટના બની હોવાનો આક્ષેપ
આ મામલે સાંખ્યયોગીની મહિલાએ આક્ષેપ કર્યો છે કે, હું મોટી બાની સેવા કરું છું. આ ઘટના 24 ઓગસ્ટની છે. જે બાદમાં 25મી ઓગસ્ટે વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. હું શૌચક્રિયા માટે ગઈ હતી તે ઘટનાના સીસીટીવી વાયરલ કરવામાં આવ્યા છે. આ બાબતે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. સીસીટીવી ફૂટેજનો કંટ્રોલ કોઠારી સ્વામી પાસે હોય છે. એ લોકોએ એવું કેપ્શન લખીને સીસીટીવી ફૂટેજ વાયરલ કર્યા હતા કે મંદિર સામે કુદરતી ક્રિયા કરી રહેલા લોકો કેટલા ધર્મી છે? હું તેમને પૂછવા માંગું છું કે આ વીડિયો વાયરલ કરનાર લોકો કેટલા અધર્મી છે? અમારે સ્વામીનારાયણ ધર્મમાં સંત લોકો મહિલાનું મોઢું પણ નથી જોતા, પરંતુ આ લોકોએ તો વીડિયો વાયરલ કર્યો છે.
જોકે, આ મામલે પ્રાપ્ત માહિતી મુજબ પીડિત સાંખ્ય યોગિની મહિલાના પત્રે મહિલા આયોગમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. જોકે, મંદિરના પરિસરમાં ખુલ્લામાં શૌચ માટે ગયેલી મહિલાના આ વીડિયોમાં ધર્મ અને મહિલાની ગરિમા તેમજ રાજકારણનો મુદ્દો ભળતા મામલો ગરમ થઈ ગયો છે. ૉ