Home /News /kutchh-saurastra /

ગઢડા મંદિર ચૂંટણી : એસ.પી. સ્વામીએ વ્યક્ત કરી બોગસ મતદાનની આશંકા

ગઢડા મંદિર ચૂંટણી : એસ.પી. સ્વામીએ વ્યક્ત કરી બોગસ મતદાનની આશંકા

એસ.પી. સ્વામીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આચાર્ય પક્ષનો ભવ્ય વિજય થશે.

ગઢડા ગોપીનાથજી મંદિરની આજે ચૂંટણી, આચાર્ય પક્ષના વડા એસપી સ્વામીએ કર્યુ મતદાન. બંને પક્ષોએ વ્યક્ત કરી બોગસ મતદાનની આશંકા

    મયુર માકડીયા, નવીન જ્હાં, ગઢડા : ગઢડા ગોપીનાથથી મંદિરના ટ્રસ્ટની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. મંદિરના ટ્રસ્ટીઓની ચૂંટણીમાં આજે મુખ્ય બે પક્ષો વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે. તમામ હરિભક્તો વહેલી સવારથી ચૂંટણી માટે મતદાન કરવાની લાઇનમાં ઉભા રહ્યાં છે. દરમિયાન આચાર્ય પક્ષના ઉમેદવાર એસ.પી. સ્વામીએ મતદાન કર્યુ હતુ અને તેમણે ચૂંટણીમાં બોગસ મતદાનની આશંકા વ્યક્ત કરી હતી. ગઢડામાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી છે. આ ચૂંટણીમાં બંને પક્ષોએ એક બીજા પર બોગસ મતદાનનો આરોપ મૂક્યો છે.

    એસ.પી. સ્વામીએ કહ્યું,“હાથમાં નિશાન સાથે અને દોરા બાંધીને મતદાન કરી રહ્યાં છે. કાંડે દોરા બાંધીને જે લોકો મતદાન કરી રહ્યાં છે તે નિયમની વિરુદ્ધ છે. કાંડા બાંધેલા લોકો મતદાન મથકમાં જાય છે, તેનો અમે વિરોધ કર્યો છે. આવા નિશાની સાથે એક સાથે જે લોકો જઈ રહ્યાં છે તે કાયદાની વિરુદ્ધ છે. કાંડાનું રહસ્ય છે તેમાં ખોટા મતદારોના નામે મતદાનનો પ્રયાસ થઈ રહ્યો છે. ”

    આ પણ વાંચો :  ગઢડા ગોપીનાથજી મંદિર કમિટીની ચૂંટણીમાં જતી મતદારો ભરેલી બસનો થયો અકસ્માત

    એસ.પી. સ્વામીએ કહ્યું કે લોકો દેશ વિદેશથી મતદાન કરવા માટે આવ્યા છે. સંપૂર્ણપણે ન્યાયિક પ્રક્રિયા મુજબ મતદાન થઈ રહ્યું છે. જો કોઈ ખોટું મતદાન કરવાનો પ્રયાસ કરશે કે ખોટા આઈ કાર્ડ લઈને મતદાન આવશે તો મશીન પણ રાખેલું છે તે પકડાઈ જશે. ગઢડા મંદિરનો વિકાસ અમે છેલ્લા 20 વર્ષથી અમે વિકાસ કરી રહ્યાં છે. જે સ્વામીનારાણય મંદિરના સંપ્રદાયના લોકો નથી તેવા લોકોના નામ મતદાર યાદીમાં નામ આવ્યા છે તેનાથી દરેક સતસંગીઓની ભાવનાને ઠેંસ પહોંચી છે.

    ગઢડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા 10 વર્ષથી ચૂંટણી યોજાઈ નથી અને ચૂંટણીને લઈ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા બે મહિના પહેલા હુકમ કરવામાં આવ્યો હતો કે આઠ અઠવાડિયાની અંદર ગઢડા મદિરની ચૂંટણી યોજાવી જોઈએ. જેને લઈ સુપ્રીમે હાઈકોર્ટના નિવુત જજ એસ.એમ.સોનીની ચૂંટણી અધિકારી તરીકે નિમણુક કરી છે. આ પૂર્વે નવા મતદારોના નામ દાખલ કરવાને લઈને પણ સમગ્ર મામલો સુપ્રીમ કોટમાં પોહ્ચ્યો હતો. આ અગાઉ નિવૃત જજની અધ્યક્ષતામાં ગઢડાની એમ .એમ.હાઈસ્કૂલમાં આયોજિત એક બેઠકમાં ગઢડા ગોપીનાથજી મદિરના કોઠારી ઘનશ્યામ સ્વામી, એસપી સ્વામી તેમજ અન્ય સંતો અને સામા પક્ષે હરિપ્રકાશ સ્વામી અને અન્ય સંતો હાજર રહ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Breaking News, S.P. Swami

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन